તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઉરી હુમલા બાદ ભારતમાં મોરચાબંદી

ઉરી હુમલા બાદ ભારતમાં મોરચાબંદી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શુક્રવાર, 30 સપ્ટેમ્બર, 2016

II

{ સૈન્યને ફ્રી હેન્ડ અપાયો. સૈન્યએ કહ્યું - અમે બદલો લઈશુ પરંતુ જગ્યા અને સમય સૈન્ય નક્કી કરશે.

{ સરહદ પારથી ઘણા આતંકી હુમલાને નિષ્ફળ કર્યા. ઘણા એન્કાઉન્ટરમાં 10થી વધુ આતંકીઓને ઠાર માર્યા.

{ સરહદ પાર ચુસ્ત દેખરેખ રાખી અને સચોટ માહિતી મળ્યા બાદ અડધી રાતે સરહદમાં ઘુસીને બદલો લીધો.

{ હુમલા બાદ તુરંત પીએમ મોદીએ બદલો લેવાનું વચન આપ્યું હતું. કહ્યું કે, આતંકીઓને છોડીશુ નહીં.

{ કેરળમાં પક્ષના કાર્યક્રમમાં પાકને પડકાર ફેંક્યો. મન કી બાતમાં કહ્યું - બલિદાન વ્યર્થ નહીં જાય.

{ ભારતે 56 વર્ષ જુની સિંધુ જળ સંધીની સમીક્ષા કરી. મોદીએ કહ્યું - લોહી અને પાણી સાથે વહી શકે.

{ પાકિસ્તાનની ખેતી પાણી પર નિર્ભર હોવાથી પાણી રોકાય તો તેમની કમર તુટી જાય.

{ પહેલીવાર 20 વર્ષ પહેલા પાકિસ્તાનને મોસ્ટ ફેવર્ડ નેશન દરજ્જો આપ્યો તેની સમીક્ષાની વાત કરી.

{ યુએનમાં પાક.ને જવાબ આપ્યો. કહ્યું કે આંતકીઓ ખુલ્લેઆમ ફરે છે. તેને આતંકી દેશ જાહેર કરવાની માંગ.

{ બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનું સ્પષ્ટ સમર્થન મળ્યું. કહ્યું કે ભારતને કાર્યવાહીનો હક છે.

ભારતે ઉરી હુમલા બાદ પાકિસ્તાનને એકલું પાડી દેવાની નીતિ અપનાવી. તેના માટે કુટનીતિક, આર્થિક, રાજકીય અને સૈન્ય મોરચે તેને ઘેરવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...