• Gujarati News
  • National
  • વડોદરા મધ્યસ્થ જેલમાંથી જામીન પર આવેલ કાચા કામનો કેદી ફરાર

વડોદરા મધ્યસ્થ જેલમાંથી જામીન પર આવેલ કાચા કામનો કેદી ફરાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ

ગંભીરગુનામાં સંડોવાયેલા ગરબાડા તાલુકાના ખારવા ગામના એક યુવકને વડોદરાની મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યો હતો. ત્યારે યુવક વચગાળાના જામીન પર આવ્યા બાદ પરત જેલમાં જઇ ફરાર થઇ ગયો હતો. અંગે જેલરની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ગરબાડાના ખારવાના ગામતળ કોતર ફળિયામાં રહેતો વનિયા ભાભોર ગંભીર ગુનામાં સંડોવાયેલો હોવાને કારણે તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં કાચાકામના કેદી તરીકે રાખવામાં આવ્યો હતો. વનિયાએ પોતાના વચગાળાના જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે હાઇકોર્ટની કિ.મી.મિસ એપ્લી નંબર7631/15ની 22 એપ્રિલ 2015ના હુકમ અન્વયે તેને 14 દિવસના વચગાળા જામીન પર 23મી તારીખે મુક્ત કરવામાં આવ્યો હતો. વનિયાને 8 મે 2015ના રોજ જેલમાં પરત જવાનું હતું. પરંતુ તે જેલમાં જઇ ફરાર થઇ ગયો હતો. રાહ જોયા છતાં વનિયાભાઇ પરત નહીં આવતાં અંતે વડોદરા મધ્યસ્થ જેલના જેલર એમ.એમ ભાખરિયાએ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...