• Gujarati News
  • National
  • વધુ 15 રસ્તા તૂટતાં કોન્ટ્રાકટરોને નોટિસ

વધુ 15 રસ્તા તૂટતાં કોન્ટ્રાકટરોને નોટિસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હજુ વિજિલન્સ તપાસ કેમ નથી અપાતી ?

હળવા વરસાદમાં જેતલપુરથી ચકલી સર્કલનો રસ્તો ધોવાયો

રોડનું આયુષ્ય પંદર વર્ષનું હોવા છતાં જનતાના પરસેવાના વેરાનો ધુમાડો કરવા માત્ર ત્રણ વર્ષની વોરંટી પિરિયડનો તખ્તો ગોઠવવામાં પાલિકા સફળ થયું હતું. એટલું નહીં, રોડ પર થીંગડાં મારવાની પણ જાણે ફેશન થઇ હોય તેમ કાર્પેટિંગના નામે માત્ર થીંગડાં મારવામાં આવી રહ્યાં છે.

સ્થિતિમાં,અલકાપુરીને સમાંતર જેતલપુર રોડ જાણે કોઇ ગામડાનો રોડ હોય તેવી હાલત થઇ ગઇ છે. જેતલપુર રેલવે ઓવરબ્રિજથી ચકલી સર્કલ સુધીના માંડ પોણા બે કિલોમીટરના અંતરનો રસ્તો સાવ સાંકડો છે. રોડ પર કોમ્પ્લેકસીસ, રાજકિય આગેવાનોનાં નિવાસસ્થાનો પણ આવેલાં છે.આ રોડ પરથી રોજના 30 હજારથી વધુ વાહનો પસાર થઇ રહ્યાં છે અને વાહનચાલકો ખખડધજ રસ્તાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એટલું નહીં, રસ્તો વરસાદમાં ધોવાઇ જતાં સ્થિતિ વધુ વકરી છે અને જેતલપુર રોડનું નામ ખાડોદરા માર્ગ કરી દેવાની લોકમાંગ ઉભી થઇ છે. જોકે, પાલિકાના તંત્રની નજરે હજી સુધી ખાડા આવ્યા નથી તે આશ્ચર્યની વાત છે.

શહેરમાં દિવસભર માંડ 4 મિમી વરસાદ નોંધાયો હતો પરંતુ તેમ છતાં બે ભૂવા પડતાંં તંત્રની બેદરકારી વધુ એક વખત છતી થઇ છે.વારસિયા રોડ સ્થિત સિંધુસાગર તળાવ પાસે તેમજ શાસ્ત્રી બ્રિજથી જ્યોતિ સર્કલ તરફ જવાના ભાગે ભૂવા પડતાંં તંત્ર દોડતું થયું હતું. શહેરમાં ધીમી ધારના વરસાદમાં પણ બે ભૂવા પડતાં તંત્ર પણ અવાચક પામી ગયું હતું .

પાલિકાના રોડ પ્રોજેકટ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં બનાવવામાં આવેલા12 મીટરથી વધુ પહોળાઇના રસ્તાના છીંડા પકડાયા છે અને ઝોન સ્તરના એક રોડની નબળી કામગીરી પ્રકાશમાં આવી છે. ત્રણ વર્ષના વોરંટી પિરીયડમાં વરસાદી પાણીમાં 21 રોડ ધોવાઇ ગયા હોવાની કબૂલાત ખુદ તંત્ર કરી રહ્યું છે ત્યારે સત્તાધીશોએ રોડ મામલે હજી વિજીલન્સ તપાસ સોંપવાની કાળજી લેતા તેને લઇને વિર્તકો વહેતા થયા છે.

શહેરના જેતલપુર રોડ પર વરસાદના કારણે ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જેના કારણે ત્યાંથી પસાર થતાં વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે.

પોણા બે કિલોમીટર લાંબા રસ્તાનો ખો નીકળી ગયો : ઠેર ઠેર ખાડા પડી જતાં વાહનચાલકોની કમરના મણકા તૂટી જાય તેવી સ્થિતિ

વરસાદની મોસમમાં સ્માર્ટ સિટીના સત્તાધીશોની દુરંદેશીનું પ્રમાણપત્ર આપતા રસ્તાઓથી શહેરીજનોની હાલાકી વધી

4 એકરસ્તો તૂટતાં શિવાલય એન્ટરપ્રાઇઝને નોટિસ

1.જંબુસર નેરોગેજને સમાંતર બ્રહ્માકુમારી આશ્રમથી સાંઇસર્જન તરફ જતા રસ્તાને જોડતા 18 મીટરના રસ્તાનું કામ

3 રસ્તાતૂટી જતાં દિવ્યસીમંધર કન્સ્ટ્રકશન પ્રા.લિને નોટિસ

1.જે પી રોડથી નિસર્ગ થઇ સુદામાનગર સુધીનો રસ્તો

2.હરિનગર પાંચ રસ્તાથી રાજેશ ટાવર સુધીનો રસ્તો

2 ત્રણરસ્તા તૂટી જતાં રાજ કન્સ્ટ્રકશનને નોટિસ અપાઇ

1.જાગનાથ મહાદેવ મંદિરથી કલાલી ગામ સુધીનો રસ્તો

2.સિદ્ધાર્થ ડુપ્લેકસથી હરણી જકાતનાકા સુધીનો રસ્તો

3.કિશનવાડી શિંગોડા તળાવથી સરદારએસ્ટેટનો માર્ગ

1 નવરસ્તા તૂટી જતાં ગોરવાની શિવમ કન્સ્ટ્રકશનને નોટિસ

1.વાઘોડિયા જકાતનાકાથી બાપોદ બીએસયુપી સુધીનો રસ્તો

2.કલાલી બ્રિજથી પ્રથમ ઉપવનથી સનફાર્મા રોડ

3.સમા અભિલાષા ચાર રસ્તાથી કેનાલ સુધીનો રસ્તો

4.વૃંદાવન ચાર રસ્તાથી બાયપાસ સુધી રીસરફેસિંગ કરવાનું કામ

5.છાણી જકાતનાકા સર્કલથી રેલવે સ્ટેશન સુધી રીસરફેસિંગ કરવાનું કામ

6.માંજલપુર પ્રમુખપ્રસાદ ચોકડીથી સાંઇ ચોકડી સુધી રીસરફેસિંગ કરવાનું કામ

7.ડભોઇ દશાલાડ ભવનથી ગ્રીન પાર્ક સુધીનો રસ્તો

8.ડભોઇ વાઘોડિયા રિંગ રોડ મહેશનગરથી ગોકુલવાટિકા સુધીનો રસ્તો

9.લક્કડપીઠા મેઇન રોડ પર દશાલાડ વાડી સુધીનો રસ્તો (વોર્ડ સ્તરે)

વોરંટી પિરિયડમાં રસ્તાની સપાટી તૂટી જતાં નોટિસનો દોર શરૂ

અન્ય સમાચારો પણ છે...