• Gujarati News
  • National
  • SSC બોર્ડની કચેરીના સ્થળાંતર સામે િવરોધ

SSC બોર્ડની કચેરીના સ્થળાંતર સામે િવરોધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

વડોદરાખાતે 1960ના વર્ષથી કાર્યરત એસ.એસ.સી. બોર્ડની ઓફિસને ગાંધીનગર ખસેડવાની કામગીરીનો ગુજરાતી માધ્યમિક શિક્ષણ બોર્ડના પૂર્વ આસિસ્ટન્ટ સેક્રેટરી એમ. એમ. જોશીએ વિરોધ કર્યો હતો. તેમણે નિર્ણયને ભૂલભર્યો ગણાવ્યો હતો. નિર્ણયથી વડોદરા સહિત રાજ્યભરના લોકોને પરેશાની થશે એવું પણ જણાવ્યું હતું. જો કે હાલ તબક્કે કચેરી ગાંધીનગર ખસેડવામાં આવે એવું જણાતું નથી.

એમ.એમ.જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, મે 1960થી કચેરી વડોદરા ખાતે કાર્યરત છે. ગુજરાત એસ.એસ.સી. બોર્ડની સ્થાપના બોમ્બે ઓટોનોમસ અને કોર્પોરેશન રિજિયોનલ રિઓર્ગેનાઇઝેશન એક્ટ હેઠળ કરવામાં આવી હતી. જેમાં એસ.એસ.સી. બોર્ડ ઉપરાંત પાંચ સંસ્થાઓનો ઉલ્લેખ કરાયો છે. એક્ટ રદબાદલ કરવાની જોગવાઇ ગુજરાત વિધાનસભાએ કરી હોય એવું ધ્યાને નથી.

વધુમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં બોર્ડની ઓફિસ મુંબઇ લઇ જવાના બદલે પૂના ખાતે રાખવામાં આવી છે. જો વડોદરાથી ગાંધીનગર કચેરી ખસેડવી હોય તો ચાર ટ્રક ભરીને પરિણામોના દસ્તાવેજોને ગાંધીનગર લઇ જવા પડે. વિદ્યાર્થીઓને ડુપ્લિકેટ માર્કશીટ, સર્ટિફિકેટ કે માઇગ્રેશન મેળવવા છેક ગાંધીનગર જવું પડશે અને ગાંધીનગર ખાતે વડોદરાની જેમ ત્વરિત કામગીરી વિદ્યાર્થીઓ કરી શકશે કે નહિ તે અંગે શંકા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા મધ્ય ગુજરાતમાં હોવાથી 1960ના વર્ષથી એસ.એસ.સી. બોર્ડની ઓફિસ અહીં કાર્યરત હતી. પરંતુ હવે ગાંધીનગર ખસેડવાથી દક્ષિણ ગુજરાતથી આવતા વિદ્યાર્થીઓને છેક ગાંધીનગર જવાનો વારો આવશે. જેથી િવદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે. હાલના તબક્કે વડોદરા ખાતે વિદ્યાર્થીઓ માટે માર્કશીટ સહિતની વિવિધ કામગીરીઓ ચાલુ રાખવામાં આવી છે. આથી હાલમાં કચેરી સ્થળાંતરિત થાય એવું લાગી રહ્યું નથી.

તો વિદ્યાર્થીઓને ડુપ્લિકેટ માર્કશીટ, સર્ટિફિકેટ કે માઇગ્રેશન મેળવવા ગાંધીનગર જવું પડશે

અન્ય સમાચારો પણ છે...