• Gujarati News
  • National
  • રિફાઇનરીના પ્લાન્ટમાં ફાંસો ખાઇ એન્જિનિયરનો આપઘાત

રિફાઇનરીના પ્લાન્ટમાં ફાંસો ખાઇ એન્જિનિયરનો આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાવની િવગતો અનુસાર શહેરના ગોરવા નર્મદાનગરી વિભાગ-1માં રહેતા 48 વર્ષીય વિનોદભાઇ અર્જુનભાઇ પટેલ ગુજરાત રિફાઇનરીમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. પરિવારમાં પત્ની અને પુત્ર છે , જે પૈકી પુત્રે થોડા સમય પહેલાં એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો છે. શુક્રવારે સવારે તેઓ મોર્નિંગ શિફ્ટમાં નોકરી પર ગયા હતા. તેમની સાથે મિત્ર હરેશભાઇ પણ સાથે હતા. સવારે સવા વાગ્યે કંપનીની અંદર ગયા બાદ વિનોદભાઇ સબસ્ટેશન ઓગણત્રીસ નંબરના પ્લાન્ટમાં ચેકિંગ માટે ગયા હતા.

સવારે છથી સાડા નવ વાગ્યા દરમિયાન પ્લાન્ટમાં ગેલેરીના ભાગે આવેલા સબ સ્ટેશનના ધાબા પર જવાની લોખંડની સીડીના ગાર્ડ સાથે સુતરાઉ કપડા વડે ગળેફાંસો ખાઇ લીધો હતો. પ્લાન્ટમાં ઇજનેરે ગળેફાંસો ખાઇ લેતાં કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓ એકત્રિત થઇ ગયા હતા. ઘટનાની જાણ જવાહરનગર પોલીસને કરતાં પીએસઆઇ મકવાણા સહિતનો સ્ટાફ પહોંચી જઇ ઇજનેરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. એન્જિનિયરે આપઘાત કરવા પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી. અંતિમ ચિઠ્ઠી કે લખાણ મળ્યું નથી. કોઇની સાથે અણબનાવ બન્યો હતો કે કેમ તેવી પણ કોઇ વિગત હાલના તબક્કે મળી નથી. હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ કરી રહ્યા હોવાનું જવાહરનગર પીએસઆઇ વાય.જી. મકવાણાએ જણાવ્યું છે.

ખિસ્સામાંથી ચાવી, હાથરૂમાલ નીકળ્યાં અને ડ્રોઅરમાંથી ધાર્મિક પુસ્તકો મળ્યાં

ઇજનેરનાઆપઘાતની ઘટનાના પગલે જવાહરનગર પીએસઆઇ મકવાણા સહિતના સ્ટાફે પ્લાન્ટમાં તપાસ કરી હતી. પોલીસે ઇજનેરને જડતી લેતાં ખિસ્સામાંથી ચાવી અને હાથ રૂમાલ મળી આવ્યાં હતાં. ઉપરાંત તેમના ટેબલમાં પણ ઝીટવણપૂર્વકની તપાસ કરતાં ડ્રોઅરમાંથી ધાર્મિક પુસ્તકો મળી આવ્યાં હતાં. ઇજનેર સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા હોઇ મોટાભાગનાં પુસ્તકો તેનાં હતાં.

મન્કી લેડર ગાર્ડ પર સુતરાઉ કપડા વડે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું : આપઘાતનું રહસ્ય અકબંધ

કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓમાં અરેરાટી

અન્ય સમાચારો પણ છે...