• Gujarati News
  • National
  • લાખોની છેતરપિંડીમાં સંડોવાયેલા કિરણ પટેલને 3 દિવસના રિમાન્ડ

લાખોની છેતરપિંડીમાં સંડોવાયેલા કિરણ પટેલને 3 દિવસના રિમાન્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુડલકહિલ્સ અને ગુડ લક કિંગ્સ નામની સ્કીમ મૂકી લાખોની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા એક આરોપીની કારેલીબાગ પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

કેસની વિગત એવી છે કે, અમદાવાદમાં રહેતાં સુનિતા જ્ઞાનચંદ યાદવે નવેમ્બર,2013થી આરોપીઓની સ્કીમ જોઇને પાવાગઢમાં પ્લોટ ખરીદવા માટે 60 હજાર રૂપિયા ભર્યા હતા. રીતે અન્ય લોકોએ પણ નાણાં ભર્યાં હતા. જો કે ત્યારબાદ પ્લોટ કે પૈસા પરત ના આપતાં કારેલીબાગ પોલીસે રમણ કપૂર, સીમા કપૂર, મૃગેશ અરવિંદ પટેલ, કિરણ નારાયણ પટેલ તથા હિના કિરણ પટેલ સામે ગુનો દાખલ કર્યો હતો.

પોલીસે ગુનામાં સંડોવાયેલા આરોપી કિરણ નારાણભાઇ પટેલની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ગુડલક હિલ્સના નામે સ્કીમ મૂૂકી ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હતી

અન્ય સમાચારો પણ છે...