• Gujarati News
  • નોકરીમાં બેદરકારી બદલ ડે.ઇજનેરને પાણીચું : બે સફાઇ સેવિકા પણ સસ્પેન્ડ

નોકરીમાં બેદરકારી બદલ ડે.ઇજનેરને પાણીચું : બે સફાઇ સેવિકા પણ સસ્પેન્ડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોકરીનીફરજમાં બેદરકારી દાખવવા બદલ સેવાસદનના કરાર અાધારિત નિમણૂંકવાળા ડેપ્યુટી ઇજનેરને પાણીચુ પકડાવી દેવામાં આવ્યુ હતુ તો બે સફાઇ સેવિકાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સેવાસદનના પૂર્વ ઝોનના વહીવટી વોર્ડનં 2માં 11 માસના કરાર અાધારિત ડેપ્યુટી એન્જિનીયરના હોદ્દા પર હિરેન મકવાણા ફરજ બજાવતો હતો. હરણી સંગમ ચાર રસ્તા પાસે પેવર બ્લોકની કામગીરીનુ સુપરવીઝન હિરેન મકવાણા કરી રહ્યો હતો અને તે સમયે મ્યુ.કમિશનર એચ એસ પટેલ પસાર થયા હતા અને તેમણે કામગીરીનુ ચેકીંગ કર્યુ હતુ. પેવર બ્લોકની કામગીરી બાબતે મ્યુ.કમિશનરે ડેપ્યુટી એન્જિનીયરની પૂછતાછ કરી હતી પણ હિરેન મકવાણાને તેની કોઇ જાણકારી હતી. એટલુ નહીં, કામગીરીમાં રોડા છારુના ઉપયોગ સિવાય સીધી રેતી પાથરીને પેવર બ્લોકની કામગીરી થતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેથી, હિરેન મકવાણાની નોકરી તાત્કાલિક અસરથી સમાપ્ત કરવાનો આદેશ કર્વામાં આવ્યો હતો.

તેવી રીતે, ફતેપુરા ચાર રસ્તા પાસે વોર્ડ નં.2ના સફાઇ સેવિકા શુક્રવારે સવારે પોણા દશ વાગે ભીખીબહેન હરિજન અને વિદ્યાબહેન સોલંકી કામગીરીના સ્થળ પર હોવાનુ કમિશનરના ચેકીંગમાં ઝડપાયુ હતુ. જેથી, તાત્કાલિક અસરથી બંનેને સસ્ેપન્ડ કરવાનો હવાલાના ડેપ્યુટી મ્યુ.કમિશનર આર એમ પટેલે હુકમ કર્યો હતો. જે બાદ પાલિકા એસસી એસટી કર્મચારી સંઘે પુંજાભાઇ રોહિતની આગેવાનીમાં શનિવારે સાંજે સેવાસદનમાં મોરચો કાઢી આંદોલનની ચીમકી આપી હતી.