• Gujarati News
  • મલેશિયામાં નોકરીના બહાને 4 યુવકો સાથે ઠગાઇ કરનાર ફિરોજ ઝડપાયો

મલેશિયામાં નોકરીના બહાને 4 યુવકો સાથે ઠગાઇ કરનાર ફિરોજ ઝડપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મલેશીયામાંસારા પગારની નોકરી આપવાનું જણાવી ઠગાઇ કરનારા એક શખ્સને સયાજીગંજ પોલીસે ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં શખ્સે ચારથી વધુ યુવકો પાસેથી ~3 લાખથી વધુની રકમ મેળવ્યા બાદ નોકરી અપાવી ઠગાઇ કરી હોવાનું ખુલવા પામ્યું છે.પોલીસે આજે આરોપીની ધરપકડ કરી ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.

સયાજીગંજ પી.આઇ. જે.જી.અમીને જણાવ્યું હતું કે, કરોડીયામાં રહેતા મહંમદ ઉર્સાદ શેખ નામના યુવકે ફરિયાદ આપી હતી કે, સયાજીગંજ વિસ્તારમાં સુરજ પ્લાઝાની બાજુમાં આવેલા ફોનીક્સ કોમ્પલેક્સમાં ઓફિસ ધરાવતાં ફીરોજખાન પઠાણ નામના શખ્સે મલેશીયામાં સારા પગારની નોકરી અપાવવાનું તેમજ ઓવર ટાઇમ થઇ શકે તેવી નોકરી અપાવવાનું જણાવ્યું હતું. શખ્સની વાતમાં આવીને તેણે ~70,000થી વધુની મત્તા ચૂકવી અને તેની માફક અન્ય યુવકોએ પણ ફીરોજખાનને નાણાં ચૂકવ્યાં હતા. ત્યાર બાદ તેમને મલેશીયા મોકલવા માટે ચેન્નાઇ જવાનું કહેવામાં આવતાં તેઓ ચેન્નાઇ ગયા હતા.

જો કે, ચેન્નાઇમાં જે શખ્સને મળવાનું હતું તેણે તે ફીરોજખાનને ઓળખતો હોવાનું જણાવ્યું હતું. ફોન પર ફીરોજખાનને કહેવામાં આવતાં તેણે વડોદરા પરત આવી જાવ તમારા નાણાં પરત કરી દઇશ તેમ જણાવ્યું હતું. જો કે, વડોદરા ખાતે પરત આવ્યાં બાદ નાણાંની પરત માંગણી કરવામાં આવતાં નાણાં પરત કરી ઠગાઇ કરવામાં આવી હતી. બનાવ અંગે ફીરોજખાન પઠાણ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં દર્શન નામના શખ્સની પણ સંડોવણી સપાટી પર આવતાં શોધખોળ હાથ ધરાઇ છે.

વિદેશમાં નોકરીના નામે લોકો જોડે ઠગાઇ કરનાર આરોપી ફીરોઝની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસની તપાસમાં દર્શન નામના ભેજાબાજનું પણ નામ ખૂલ્યું

~3 લાખ પડાવ્યા | ચેન્નાઇ ગયેલા 4 યુવકને વડોદરા પરત આવવું પડ્યું

મલેશિયામાં 4

યુવક ફસાયા

હોવાનો ઘટસ્ફોટ

મલેશીયામાં નોકરીઅપાવવાનું જણાવી ઠગાઇ કરનાર ફીરોજખાનની ધરપકડ બાદ કેટલાક યુવકના પરિવારજનો સયાજીગંજ પી.આઇ.ને મળ્યાં હતા. પી.આઇ. જે.જી.એમીને જણાવ્યું હતું કે, ચાર જેટલા યુવકોને મલેશીયામાં મોકલવામાં આવ્યાં બાદ તેઓ મલેશીયામાં ફસાયા હોવાનું જણાંતા અંગે પમ તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં ફીરોજખાને જણાવ્યું હતું કે, મલેશીયાના કોઇ શખ્સે યુવકોને બંદી બનાવ્યાં હતા. જો કે, સ્થાનિક પોલીસની મદદથી તમામ યુવકો હાલ સહીસલામત છે. પોલીસ વધુ માહિતી મેળવી રહી છે.