• Gujarati News
  • National
  • કેન્સરને માત નસેનસમાંવહેતી િશક્ષણની ધગશથી 99.96 પર્સન્ટાઇલ

કેન્સરને માત નસેનસમાંવહેતી િશક્ષણની ધગશથી 99.96 પર્સન્ટાઇલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. શહેરનીધોરણ 12 સામાન્ય પ્રવાહની વિદ્યાર્થિની ક્રિનલ દેસાઇ હજારો વિદ્યાર્થીઓ સાથે તમામ લોકોને પ્રેરણા આપે છે જેમના માટે બિમારી હતાશા તરફનો માર્ગ બને છે. બરોડા હાઇસ્કૂલ અલકાપુરીની વિદ્યાર્થિનીએ ધોરણ 12 કોમર્સમાં 750-685 માર્કસ મેળવીને 99.96 પર્સન્ટાઇલ સાથે એ-1 ગ્રેડ મેળવીને જ્વલંત ઉદાહણર પૂરું પાડ્યું છે. 2013માં એસએસીની એકઝામ આપ્યા બાદ ક્રિનલની તબિયત નાદુરસ્ત થઇ હતી અને તપાસ કરતાં તેને બ્લડ કેન્સર ડિટેકટ થયું હતું. 8 મહિના સુધી વિદ્યાર્થિની પર કિમો થેરપી થઇ હતી અને બે મહિના કિમો બાદ રિકવરી આવતી થઇ હતી. કેન્સરની સારવાર દરમ્યાન ક્રિનલને એક્યુટપેન્ક્રિયાટાઇટિસ નામના કોમ્પિલેકશનનો સામનો કરવો પડ્યો હતો.આ તકલીફ કેન્સરના 1 ટકા દર્દીઓેમાં જોવા મળે છે.ક્રિનલે મજબૂત ઇરાદા સાથે કેન્સરને હરાવીને સારુ પરિણામ મેળવ્યું હતું.

પોઝિટિવ થોટ્સ રાખી સતત મોટિવેશનલ પુસ્તકોનું વાંચન અને ફ્રેન્ડ જેવા તબીબના સહકારથી સફળતા મ‌ળી છે.

ક્રિનલ દેસાઇ, એજ18

એ-1ગ્રેડ

હોબી| રીડિંગ

માર્કસ

685750

પર્સન્ટાઈલ

99.96

અન્ય સમાચારો પણ છે...