• Gujarati News
  • આર્થિક કટોકટી વચ્ચેદીપિકાનું 99.95 પર્સન્ટાઇલનું ઝળહળતું પરિણામ

આર્થિક કટોકટી વચ્ચેદીપિકાનું 99.95 પર્સન્ટાઇલનું ઝળહળતું પરિણામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. સોમાતળાવ વિસ્તારમાં રહેતા સુથાર પરિવારની પુત્રી દીપિકાએ ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 750 માર્કસમાંથી 683 માર્કસ મેળવીને 99.95 પર્સન્ટાઇલ મેળવ્યા છે.પિતા હેન્ડિક્રાફટ વર્કના કારીગર છે અને માત્ર 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. પિતા મગનભાઇ સુથારે પણ આર્થિક કટોકટીના કારણે અભ્યાસ છોડી દીધો હતો પરંતુ પુત્રીને સંઘર્ષ કરીને ભણાવી છે. મગનભાઇએ જણાવ્યું હતું કે મેં અભ્યાસ છોડ્યો ત્યારથી નકકી કર્યું હતું કે સંતાનોને હું કચાસ નહીં રાખવા દઉં.

મારા પિતાએ જે દુખ વેઠ્યું છે તે તમામ લેખે છે.હુ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનીને પરિવારને તમામ સુખ આપવા માંગું છું.

દીપિકા સુથાર, એજ18

એ-1ગ્રેડ

હોબી| સિંગિંગ

માર્કસ

683750

પર્સન્ટાઈલ

99.95