તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સયાજી હોસ્પિટલે ફરી વૃદ્ધની સારવાર શરૂ કરી

સયાજી હોસ્પિટલે ફરી વૃદ્ધની સારવાર શરૂ કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના સોમા તળાવ ભાથુજી નગર ખાતે રહેતા અને હાથલારી ચલાવી જીવન ગુજારતા જ્યંતીભાઇ વસાવા પત્ની અને પુત્રી છોડી જતા નિરાધાર અવસ્થામાં મૂકાયા હતા. જેમને શ્વાસની બીમારીની સારવાર માટે સ્થાનીક લોકો દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાંઆવ્યા હતા.

હોસ્પિટલ સત્તાધિશો દ્વારા તેમની સારવારના ધક્કા ખાવા કોઇ પરિચીત લાવવાનુ જણાંવી કાઢી મુકવામાં આવ્યા હતા. જે અંગે દિવ્યભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. ઘટના અંગે આજે હોસ્પિટલના એમએલઓ ડો. બી.એમ. નાયક દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી. તેઓ વૃધ્ધને મળવા ગયા હતા. અને તેને સારવાર માટે ફરી તાત્કાલીક સારવાર વિભાગમાં ખસેડ્યો હતો. આજે રવિવારે ઓપીડી બંધ હોવાથી ત્યાંજ તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.

શહેરની સયાજી જનરલ હોસ્પીટલમાં નીરાધાર વૃધ્ધને સારવાર માટે ફરી વખત વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો.

રવિવારે OPD બંધ હોવાથી તાત્કાલીક વોર્ડમાં સારવાર આપી

ડોક્ટરોમાં માનવતા નિરાધાર વૃધ્ધ માટે માનવતા પ્રસરી

સોશિયલ મીડિયા પર મદદમાટે લોકો આગળ આવ્યા

દિવ્યભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલને પગલે આજે સોશિયલ મીડિયા પર શહેરના અને વિદેશમાં સ્થાયી થયેલા નાગરીકો દ્વારા જ્યંતીભાઇને મદદ કરવા માટે તૈયારી દર્શાવી હતી. કેટલાટ લોકો ફોન કરી તેમનુ સરનામુ પુછી કપડા અને ખાનગી દવાખાને સારવાર કરાવવા જણાંવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...