તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પોરમાં મહારાષ્ટ્રનું ખાતર મળતાં આંતર રાજ્ય કૌભાંડની આશંકા

પોરમાં મહારાષ્ટ્રનું ખાતર મળતાં આંતર રાજ્ય કૌભાંડની આશંકા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોર જીઆઇડીસીની રાજદીપ કેમિકલ ફર્ટિલાઇઝર અને ઇન્ડો ઇઝરાયેલ એગ્રોટેક લિમિટેડ કંપનીના ગોડાઉન પર ગત મંગળવારે ગાંધીનગર કૃષિવિભાગની ફ્લાઇંગ સ્કવોડે દરોડો પાડી વીડિયોગ્રાફી પણ કરાવી હતી. ખેતીવાડી અધિકારી જગદીશ ચોટલીયાએ લાયસન્સ વગર ખાતર બનાવતી કંપનીના માલિક ડો.અનિલ રાજકિશોર મિશ્રા અને પદ્મા અનિલ મિશ્રા સામે વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રાથમિક તપાસમાં ભૂશક્તિ એપીકે દાણાદાર મિશ્ર ખાતર અને ભૂશક્તિ ગ્રેન્યુઅલના પેકિંગમાં હતી. તેમણે સયાજીગંજમાં આવેલી ઓર્ગેનિક ફાર્મિંગ સીએ પ્રા.લિ. ખાતે બેગો છપાવી હતી. યુનિટમાં સ્ટોક રજિસ્ટર પણ નિભાવાતું નહોતું. કંપનીઓમાં ગુજરાત ગ્રેડના મિશ્ર ખાતરનું ઉત્પાદનનું લાયસન્સ પણ નહોતું. રાજ્યના મુખ્ય વિતરક લોકમંગલ બાયોટેક પ્રા.લિ.ના ભૂશક્તિ દાણાદાર ખાતરનું વેચાણ કરે છે તેની ખરીદી કરી ભેળસેળ કરતા હોવાનું જણાઇ રહ્યું છે.

ઉપરાંત અન્ય કોઇ માલ ખરીદી તેમના દ્ધારા નકલ કરી છે કે કેમ તે પણ તપાસનો વિષય બન્યો છે. ઇપ્કો જેવી મોફકા બ્રાન્ડનું પણ ખાતર મળી આવ્યું હતું. મિશ્ર ખાતર મહારાષ્ટ્રના નોટિફાઇડ ગ્રેડનું જણાયું છે. તેનું મહારાષ્ટ્રમાં વેચાણ કરી શકાય જેથી નકલી ખાતરના આંતર રાજ્ય કૌભાંડની પણ શક્યતા છે.

બીજી તરફ બંને કંપનીના ચેરમેન ડો. એ.કે.મિશ્રા અને પ્રોડક્શન ડાયરેક્ટર પદ્માબહેન મિશ્રાએ જણાવ્યું કે, ખેતીવાડી વિભાગ દ્ધારા અમારી કંપનીમાંથી નકલી બનાવટી રાસાયણિક ખાતરના કાચા માલનો કોઇ સ્ટોક સિઝ કર્યો નથી. ખાતર નિયંત્રણ ધારા 1985 હેઠળ ઉત્પાદન અને વેચાણના તમામ પરવાના ધરાવીએ છીએ. અમો ઇકો-ફર્ટ બ્રાન્ડથી દાણેદાર ફોસ્ફેટીક ખાતર જેમાં પોલી ફોસ્ફેટ સ્વરૂપે હોઇ તેનું ઉત્પાદન કરીએ છીએ, જેનો સમાવેશ ખાતર નિયંત્રણ ધારામાં થતો નથી. અધિકારીઓએ તેમની બેગમાં ભરાવતા હોવાનો પણ દંપતીએ આક્ષેપ કર્યો છે.

કંપનીના સંચાલકોએ લાયસન્સ હોવાનું જણાવી આરોપોનો ઇનકાર કર્યો

લાયસન્સ વગરની ફેક્ટરીમાંથી રસાયણિક ખાતરની 850 બેગ મળી હતી

અન્ય સમાચારો પણ છે...