તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડ્રગ્સ સાથે પકડાયેલા નાઇજિરિયનના વડોદરામાં પણ સંપર્ક હોવાની આશંકા

ડ્રગ્સ સાથે પકડાયેલા નાઇજિરિયનના વડોદરામાં પણ સંપર્ક હોવાની આશંકા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિલ્હી, મુંબઇ સહિતના સ્થળે તપાસ થશે

નિઝામુદ્દીન-ગોવા રાજધાની એકસપ્રેસ ટ્રેનના બી-1 કોચમાં મુસાફરી કરતો નાઇઝિરયાનો પિટર ચિનેડુ ઓકાફોર ડ્રગ્સનો મોટો જથ્થો છુપાવીને જઇ રહ્યો હોવાની બાતમી મળતા શુક્રવારે મોડી રાત્રે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે ગુજરાત રેલવે પોલીસ અને આરપીએફની મદદથી તેને ઝડપી પાડ્યો હતો. નાઇઝિરિયન યુવાન પિટર જેન્ટ્સ સેન્ડલ,લેડીઝ પર્સ, પેન સ્ટેન્ડ, પાર્કર પેન તથા સ્ટીલ પિસ્ટન જેવી ચીજોમાં એમ્ફેટામાઇન , કોકેન પાઉડર અને એકટેસી ટેબ્લેટ છુપાવીને લઇ જતો હતો. પિટર પાસેથી આંતરરાષ્ટ્રીય કિંમત મુજબ 3.50 કરોડનું ડ્ગ્સ મળી આવ્યું હતું.

નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો, ગુજરાતના ઝોનલ ડાયરેકટર હરિઓમ ગાંધીએ જણાવ્યું કે, પિટરની પૂછતાછ કરતા મુંબઇ ઉતરવાનો હતો એમ જણાવ્યું હતું પરંતુ તેની પાસે ગોવાની ટિકિટ હતી. જ્યાં ડ્રગ્સની ડિમાન્ડ હતી ત્યાં વચ્ચે ઉતરીને ડ્રગ્સ આપતો હતો અથવા તો કોઇ રીસીવ કરવા આવી જતું હતું. ટ્રેન વડોદરા આવી ત્યારે પિટર રેલવે સ્ટેશને નીચે ઉતર્યો હતો અને ફરી પાછો કોચના દરવાજે આવીને ઉભો થઇ ગયો હતો. અગાઉ તે વડોદરા આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. અમે તેને ટ્રેક કરી રહ્યા છે. વડોદરામાં જે રીતે ડ્રગ્સની ડીમાન્ડ આવે છે તે જોતા વડોદરામાં પણ ઉતર્યો હોવાના ચાન્સીસ છે. જોકે, અત્યારે તે કો-ઓપરેટ કરતો નથી.

અગાઉ ડ્રગ્સની હેરાફેરીમાં તાંદલજાનાે શખ્સ ઝડપાયો હતો

અગાઉશામળાજી પાસે નશીલા પદાર્થની હેરાફેરીમાં તાંદલજાના શખ્સની ધરપકડ થતાં વડોદરામાં નશીલા પદાર્થના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. વડોદરામાં ડ્રગ્સની ડિમાન્ડ હોવાથી નાઇઝિરિયન ડ્રગ માફિયા પિટરના વડોદરામાં સંપર્કો છે કે કેમ તેની મોબાઇલ કોલ ડીટેઇલ સહિતના માધ્યમોથી તપાસ ચાલી રહી છે.

ડ્રગ માફિયો જેલમાં માેકલાયો જરૂર પડે તો રિમાન્ડ મગાશે

ડ્રગમાફિયા પિટર ચિનોડુની પૂછતાછ કરતા નાર્કોટિક્સ બ્યૂરોને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી હોવાનું જાણવા મળ્યું છે. માહિતીને બ્યૂરોના યુનિટ્સો મારફતે વેરિફાય કરાવવામાં આવશે. જોકે, એનસીબીએ ડ્રગ માફિયા પિયરના રિમાન્ડ માગતા તેને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી અપાયો છે. જરૂર પડશે તો રિમાન્ડ લઇ વધુ પૂછતાછ કરશે.

રૂા. 3.50 કરોડના ડ્રગ્સ સાથે નાઇઝિરિયન ડ્રગ માફિયા પિટરની ધરપકડ બાદ નાર્કોટિક્સ બ્યૂરોની ટીમે દિલ્હી, મુંબઇ અને ગોવામાં તપાસ હાથ ધરી છે. ટીમ પિટરના ઘર સહિતના સ્થળે સર્ચ કરશે અને જરૂરી ડોક્યુમેન્ટ કબજે કરશે. ઉપરાંત જુદી જુદી દિશામાં પણ તપાસ ચાલી રહી છે. અત્યંત ચપળ પિટર ડ્રગ્સ સપ્લાય કર્યા બાદ ગ્રાહકનું નામોનિશાન પણ મીટાવી દેતો હોવાથી તે લોકોની વિગતો મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે.

જ્યાં જ્યાં ડ્રગ્સની ડિમાન્ડ હતી ત્યાં વચ્ચે ટ્રેનમાંથી ઉતરીને સપ્લાય કરતાે હતો

રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી રૂા. 3.50 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયો હતો

અન્ય સમાચારો પણ છે...