તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દંતેશ્વર વુડાના અાવાસોની મહિલાઓએ માટલા ફોડ્યાં

દંતેશ્વર વુડાના અાવાસોની મહિલાઓએ માટલા ફોડ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાદંતેશ્વર તરસાલી રોડ પર આવેલ વુડાના આવાસોમાં પાણીનો કકળાટ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને તેના કારણે રોષે ભરાયેલી મહિલાઓએ માટલા ફોડયા હતા.

તરસાલી દંતેશ્વર રોડ પર વુડાના આવાસોમાં 500થી વધુ નાગરિકો વસવાટ કરે છે. જયાં,પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાની રજૂઆતો લાંબા સમયથી સત્તાધીશોને કરવામાં આવી રહી છે પરંતુ સત્તાધીશોના પેટનું પાણી હાલતુ નથી. સ્લમ ફ્રી સિટી બનાવવા માટે ઝુંપડા તોડનાર સત્તાધીશો ગરીબોને વૈકલ્પિક આવાસો ત્વરિત ફાળવી દે છે પરંતુ તેમાં પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી તેવો આક્ષેપ શિવસેનાના પ્રમુખે કર્યો હતો.રવિવારે તરસાલી દંતેશ્વર રોડના વુડાના આવાસોના પ્રાંગણમાં મહિલાઓ સહિતના સ્થાનિક રહીશો ભેગા થયા હતા અને તંત્ર વિરોધી નારા પોકાર્યા હતા અને ત્યારબાદ મહિલાઓએ પાણી માટે પોકાર પાડીને માટલા ફોડનો કાર્યક્રમ કર્યો હતો.

લાંબા સમયથી ચાલતો પાણીનો કકળાટ

પ્રાથમિક સુવિધા આપતા હોવાનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...