તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડ્રાઇવરો માટેનાં ટેન્ડર ફરી મંગાવવા પાલિકાનો નિર્ણય

ડ્રાઇવરો માટેનાં ટેન્ડર ફરી મંગાવવા પાલિકાનો નિર્ણય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાનાવાહનો હંકારવા માટે ડ્રાઇવરો પૂરા પાડતી એજન્સીના લોઅેસ્ટ ટેન્ડરમાં કશુંક રંધાયું હોવાની આશંકા વ્યકત કરવામાં આવતા સ્થાયી સમિતિએ નવેસરથી ટેન્ડરો મંગાવવાનો ઠરાવ કરતાં એજન્સી સાથે મિલીભગત કરનાર તત્વોના પેટમાં તેલ રેડાયું છે.

મહાનગરપાલિકાની વ્હીકલપુલ શાખા દ્વારા વિવિધ કચેરીઓ,વોર્ડમાં વાહનોની ત્રણ શિફ્ટમાં ફાળવણી કરવામાં આવે છે. હાલમાં મંજુર 346 જગા પૈકી 229 જગા ખાલી પડેલી છે. સ્માર્ટ સિટીના પ્રોજેકટ અંતર્ગત ચાલી રહેલી તોડફોડની કામગીરીના પરિણામે વાહનોની વર્ધીની સંખ્યા પણ રોજિંદી કરતા વધુ હોય છે અને તેની સરખામણીમાં ડ્રાઇવરોની સંખ્યા ઓછી છે. મિકેનિકલ વિભાગે ભાવપત્રકો મંગાવતા કુલ નવ ટેન્ડર આવ્યા હતા અને તે પૈકી ચાર ઇજારદારોના ટેન્ડર કવોલિફાય થયા હતા.આ ચાર પૈકી મહેસાણાના સૌથી લોએસ્ટ ઇજારદારે કુલ રૂા.469.31નો ભાવ રજૂ કર્યો હતો.

ભૂતકાળમાં ડ્રાઇવરોના પીએફ અને ઇએસઆઇના નાણાં ચાંઉ કરનાર વિવાદી કોન્ટ્રાકટરે પરિવારના સભ્યના નામે નવી કંપની ખોલી ટેન્ડર ભર્યુ હોવાનો ઘટસ્ફોટ થતાં સ્થાયી સમિતિએ તેની નોંધ લીધી હતી અને લોએસ્ટ એજન્સીને કોન્ટ્રાકટ આપવાની ભલામણ પર બ્રેક મારી નવેસરથી ટેન્ડર મંગાવવાનો ઠરાવ કર્યો હતો.

મહાનગર પાલિકામાં 346 પૈકી 229 ડ્રાઇવરોની જગા ખાલી

એજન્સીના લોઅેસ્ટ ટેન્ડરમાં કંઈક રંધાયું હોવાની આશંકા

અન્ય સમાચારો પણ છે...