• Gujarati News
  • National
  • વેસ્ટર્ન રેલવે મજદુરસંઘ દ્વારા ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

વેસ્ટર્ન રેલવે મજદુરસંઘ દ્વારા ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વેસ્ટર્ન રેલવે મજદુરસંઘ દ્વારા સ્વ.મહારાજા રણજિતસિંહ ગાયકવાડના સ્મણાર્થે વેસ્ટર્ન રેલવે ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે.જેનો પ્રારંભ અમિતકુમારસિંઘ, ડિવિઝનલ રેલવે મેનેજર, જે.જી. માહુરકર, મહામંત્રી રેલવે મજદુર સંઘ, પ્રદિપ બેનરજી, મંત્રી વડોદરા સ્પોર્ટસ એસોસિયેશન દ્વારા કરાવાયો હતો. પ્રસંગે શરીફખાન પઠાણ, પ્રમુખ, વેસ્ટર્ન રેલવે મજદુર સંઘ, ઝોનલ ટ્રેઝરર કે.પી.ગુપ્તા અને ક્રિકેટર નારાયણ સાથમ હાજર રહ્યા હતા.આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ તથા ઇનામ વિતરણ તા.16ના રોજ સાંજે 4.30 કલાકે માધવરાવ સિંધિયા સ્ટેડિયમ, પ્રતાપનગર ખાતે યોજાશે. પ્રસંગે રાજીવ ગુપ્તા, ડાયરેક્ટર જનરલ એન.એ.આઇ. આર., મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ, રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડ, રેલવે મેનેજર અમિતકુમાર હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...