• Gujarati News
  • National
  • MCI પાસેથી સુમનદીપની માહિતી ACBએ મંગાવી

MCI પાસેથી સુમનદીપની માહિતી ACBએ મંગાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુમનદીપ વિદ્યાપીઠની એમબીબીએસના છેલ્લા વર્ષની વિદ્યાર્થીનીના વાલી પાસેથી 20 લાખ સ્વીકારતાં એસીબીએ સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક મનસુખ શાહ તથા વચેટીયા ભરત સાવંત અને અશોક ટેલરને ઝડપી લઇ તેમની સામે ગુનો નોંધ્યો હતો. તબક્કાવાર બે વખત 5 દિવસના ત્રિપુટી હાલ જેલમાં છે.એસીબીએ યુિન.ની માહિતી એડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા પાસે માગી છે.

મામલે યથાવત રહેલી તપાસમાં સુમનદીપ વિદ્યાપીઠના ચાન્સેલર, વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રાર અને વિવિધ વિભાગોના એચઓડી સહિત 30થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓના પણ નિવેદન લેવામાં આવ્યા હતા. એસીબીએ હવે સુમનદીપ વિદ્યાપીઠની માન્યતા અને ડિમ્ડ યુનિવર્સીટી અંગેની માહિતી મંગાવી છે. સુમનદીપમાં મેડિકલની કેટલી બેઠકો છે, તે સહિત વિવિધ મુદ્દેે પણ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડીયા પાસેથી માહિતી માગી છે.

વિવિધ રાજ્યના વિદ્યાર્થી માટે પોલીસનો સહકાર લેવાશે

એસીબીનેમનસુખ શાહની ઓફિસમાંથી 101 કરોડના ચેક મળ્યા હતા. તપાસમાં ચેક એડવાન્સ પેટે વિદ્યાર્થીઓએ આપ્યા હોવાનું બહાર આવ્યું હતું. ચેક પૈકી મોટાભાગના ચેક પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના હતા. બીજી તરફ ચેક આપનારા વાલી અને વિદ્યાર્થીઓની પણ પુછપરછ કરાઇ હતી. ચેક આપનારા 215થી વધુ ગુજરાતના વિદ્યાર્થીઓ હતા, જેમની પુછપરછ પુર્ણ થઇ ગઇ છે, પણ બાકીના વિદ્યાર્થી અન્ય રાજ્યોના હોવાથી તેમની પુછપરછ માટે જે તે રાજ્યની પોલીસનો સહકાર મેળવાશે તેમ એસીબીના સુત્રોએ જણાવ્યું હતું

15થીવધુ બેન્ક ખાતાની તપાસ

સુત્રોએજણાવ્યું હતું કે મનસુખ શાહના પોતાના વ્યકિતગત અને સુમનદીપ વિદ્યાપીઠના નામના 15થી વધુ બેન્ક ખાતા વિવિધ બેન્કમાં હોવાની માહિતી મળી છે. બેન્ક ખાતાઓમાં થયેલા નાણાંકીય વ્યવહાર પણ તપાસ ચાલી રહી છે.

ડિમ્ડ યુિન.ને લગતી માહિતી પણ એકત્ર કરવા કવાયત

રૂા. 20 લાખની લાંચના કેસમાં ACBની સતત તપાસ

આજે અશોક ટેલરની જામીન અરજીની સુનાવણી

વડોદરા| સુમનદીપવિદ્યાપીઠના 20 લાખ લાંચ કેસના આરોપી અશોક ટેલરે મંગળવારે જામીન મેળવવા અદાલતમાં અરજી કરી હતી, જેની સુનાવણી આવતીકાલે બુધવારે યોજાશે.સુમનદીપ વિદ્યાપીઠની વિદ્યાર્થીનીને પરિક્ષામાં બેસવા દેવા માટે સંચાલક મનસુખ શાહ અને વચેટીયા ભરત સાવંતે 20 લાખ માંગ્યા બાદ એસીબીએ છટકું ગોઠવી મનસુખ શાહ, ભરત સાવંત અને અશોક ટેલરની ધરપકડ કરી હતી. પુછપરછ બાદ ત્રિપુટી હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. અશોક ટેલરે મંગળવારે અદાલતમાં જામીન અરજી કરતાં અરજીની વધુ સુનાવણી બુધવારે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...