• Gujarati News
  • શહેરમાં બંધ દુકાનો ઘરોને ટાર્ગેટ બનાવી ચોરી કરતી ટોળકી ઝડપાઇ

શહેરમાં બંધ દુકાનો - ઘરોને ટાર્ગેટ બનાવી ચોરી કરતી ટોળકી ઝડપાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંબંધ મકાનો અને દુકાનોને ટાર્ગેટ બનાવી દાગીના અને ઇલેકટ્રોનીક ચીજોની ચોરી કરતી ગેંગને સિટી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી છે.પોલીસે ~2, 27, 300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

શહેરમાં ચોરીઓ અટકાવવા માટે ક્રાઇમ બ્રાંચે તપાસ શરુ કરતા ઇબ્રાહીમ ઉર્ફે એટીએમ તેમજ કૌશીક ઉર્ફે મજનુ તેના સાગરીત ઐયાઝ સાથે મળીને આચરતો હોવાની હકીકત બહાર આવી હતી. સંયુકત પોલીસ કમિશ્નર ડી.જે.પટેલે જણાવ્યુ હતુ કે આરોપીઓ બપોરના સમયે યાકુતપુરામાં આવ્યા હોવાની વિગતો ક્રાઇમ બ્રાંચના એસીપી એમ બી જોશીને મળતા પી.આઇ વી જે રાઠોડ તેમજ પીએસઆઇ વી એસ પલાસ સહિતની પોલીસની ટીમે યાકુતપુરામાં તપાસ શરુ કરી હતી જયાં ઐયાઝ ઉર્ફે જનાબ બુરહાનુદ્દીન કાજી (રહે, પાણીગેટ બાવામાનપુરા નુરાની મસ્જીદ પાસે) મોહંમદ ઇબ્રાહીમ ઉર્ફે એટીએમ મોહમંદ સાદીક તાહેરવાલા (રહે વાડી તાઇવાડા વચલું ફળીયુ) તથા કૌશીક ઉર્ફે મજનુ ઠાકોર કેથવાસ (રહે પ્રથમ રેસીડેન્સી વાઘોડીયા રોડ)ને ઝડપી પાડયા હતા.તેમની પાસે રહેલી શંકાસ્પદ મારુતી અલ્ટો કારમાંથી લોખંડનું ગણેશીયુ, બે વાદરાપાનું પાંચ ડીસમીસ પણ મળી આવ્યા હતા. ત્રણેય શખ્સની પુછપરછ કરાતા તેમણે તાંદલજા અમીનપાર્ક સોસાયટી અને અલીફનગર સોસાયટીના મકાનમાં તથા ગોવીંદરાવ પાર્ક સોસાયટીના બે મકાનમાં અને વાસણા રોડ પર આવેલ રેડીમેડ કપડાની દુકાનના તાળા તોડીને ચોરી કરી હોવાનું બહાર આવ્યુ હતુ. અઢી માસ પહેલા અકોટા રાધાકૃષ્ણ ચાર રસ્તા પાસે રાધીકા મોટર્સમાંથી અલ્ટો કારની પણ ચોરી કરી હતી.પોલીસની તપાસમાં જે પી રોડ પોલીસ સ્ટેશનની ત્રણ પાણીગેટ અને ગોત્રી પોલીસ સ્ટેશનની એક એક ચોરીના ભેદ ઉકેલાયા હતા. મારુતી અલ્ટો કારનો ઉપયોગ ચોરી કરવામાં કરાતો હતો.

ચોરો પકડાઇ ના જાય તે માટે વારંવાર કારનો નંબર પણ બદલતા હતા. પોલીસે મુદ્દામાલ સાથે નંબર પ્લેટ પણ કબજે કરી હતી.

મજનું અપહરણના ગુનામાં પણ આરોપી

પોલીસનાહાથેપકડાયેલ કૌશીક ઉર્ફે મજનુ અગાઉ સગીર વયની છોકરીનું અપહરણ અને દુષ્કર્મના ગુનામાં પણ વાડી પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે. આરોપીઓ દ્વારા અન્ય આચરાયેલા ગુનાની તપાસ પણ પોલીસે તપાસ શરુ કરી છે.

પોલીસના હાથેપકડાયેલ ઇબ્રાહીમ ઉર્ફે એટીએમ જુગાર રમવાનો શોખ ધરાવે છે અને જુગારમાં જ્યારે તે હારી જાય ત્યારે પૈસા મેળવવા માટે તે નજીકના એટીએમ સેંટરમાં જતો રહેતો હતો, જેથી તેનું નામ એટીએમ પડી ગયુ છે. એટીએમ અગાઉ પણ વાડી અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં બે ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલો છે.

}જુગારમાં પૈસા હારે એટલે ATM તરફ દોડે