• Gujarati News
  • National
  • ધો. 10 12ની પરીક્ષા ટાણે આજે રાતે 12થી એસટી બસનાં પૈંડાં થંભી જશે

ધો. 10-12ની પરીક્ષા ટાણે આજે રાતે 12થી એસટી બસનાં પૈંડાં થંભી જશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હડતાળ સમેટાઇ નથી એસટી કર્મચારી સંગઠન


રાજ્યભરમાંબુધવારે 15 માર્ચથી ધોરણ 10 - 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે ગુજરાત એસટી નિગમના 45 હજાર કર્મચારીઓ એચઆરએ, 7મા પગાર પંચ, પાર્ટ ટાઈમ કર્મચારી સહિત પડતર માગણી સાથે બુધવારે રાતે 12 વાગ્યાથી બે દિવસ માટે માસ સીએલ પર જવાની જાહેરાત કરી છે. જેના પગલે બુધવારે રાતે 12 વાગ્યાથી રાજ્યમાં એસટી બસના પૈડા થંભી જશે. બસ જ્યાં ત્યાં અટકી જતા પરીક્ષા આપવા જતા છાત્રો સહિત રાજ્યમાં બસમાં મુસાફરી કરતા 11 લાખ વિદ્યાર્થીમળી 23 લાખથી વધુ મુસાફરોને હાલાકી ભોગવવી પડશે.

એસટી નિગમ સાથે જોડાયેલા ત્રણેય માન્ય યુનિયન રાજ્ય એસટી કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન (મજૂર મહાજન) અને ગુજરાત એસટી મઝદૂર મહાસંઘ (બીએમએસ)ની સંકલન સમિતિ દ્વારા કર્મચારીઓની પડતર માગણી અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી. જેના પગલે પહેલા નિગમના એમડી સાથે ત્યારબાદ વાહનવ્યવહાર મંત્રી સાથે પણ ચર્ચા થઈ હતી,તેમાં કોઈ ફલશ્રુતિ નીકળતા સંકલન સમિતિએ બુધવારે રાતે 12 થી બે દિવસના માસ સીએલ પર જવાનો નિર્ધાર કર્યો છે.

16 અને 17 તારીખે એસટી િનગમના કર્મચારીઓ દ્વારા પોતાની માગણીઓ માટે હડતાલ પાડવાના હોઇ મંગળવારે રેસકોર્ષ ઓફિસ ખાતે દેખાવો કરાયા હતા.

ઓફિસર્સ એસો. દ્વારા પણ યુનિયનોને સૈદ્ઘાંતિક ટેકો જાહેર કરવામાં આવ્યો

11 લાખ વિદ્યાર્થી સહિત દરરોજ મુસાફરી કરતા 23 લાખ પેસેન્જરોને હાલાકી

અન્ય સમાચારો પણ છે...