• Gujarati News
  • National
  • પોલીસે અને વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો

પોલીસે અને વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધૂળેટીએ મહી અને નર્મદા નદીમાં ડુબી જવાની કોઇ દુઘર્ટના થઇ

ડુબી જવાની ઘટના ના બને તે માટે જાહેરનામાનો અમલ

ધૂળેટીપર્વે નદી કેનાલમાં ડુબી જવાની ઘટનાઓ ના બને તે માટે કલેકટર દ્વારા બહાર પડાયેલા જાહેરનામાનો પોલીસે કડક અમલ કરતાં વર્ષે ધુળેટી પર્વે ડુબી જવાની ઘટનાઓ પર સંપૂર્ણપણે અંકુશ મેળવી શકાયો છે. લાંછનપુર, નારેશ્વર અને સિંધરોટ સહિતના સ્થળોએ નહાવા ગયેલા લોકોને સમજાવટ કરીને પરત મોકલવામાં આવ્યા હતા, જેથી કોઇ અનિચ્છનીય ઘટના સર્જાઇ હતી.પરિણામે પોલીસે અને વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

દર વર્ષે ધૂળેટી પર્વમાં નર્મદા અને મહિસાગર નદીમાં તથા કેનાલમાં ડૂબી જવાની ઘટનાઓ બનતી હતી. ડૂબી જવાના બનાવોને અટકાવવા માટે કલેકટર દ્વારા મહિસાગર અને નર્મદા નદીમાં વિવિધ સ્થળો પર નહાવાનો પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પણ બહાર પાડવામાં આવતું હતું. જો કે આમ છતાં કેટલાક સ્થળો પર જાહેરનામાનો કડક અમલ થતો ના હોવાથી લોકો નદીમાં નહાવા જતા રહેતા હતા અને નદીમાં તણાઇ જવાના અને ડૂબી જવાના કિસ્સા બનતા હતા. જો કે વખતે પણ ધૂળેટી પર્વે કલેકટર દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું હતું અને તમામ સ્થળોએ પોલીસે તેનો કડક અમલ કર્યો હતો, જેથી ડૂબી જવાની કે તણાઇ જવાની એક પણ ઘટના નોંધાઇ હતી.ધૂળેટી પર્વમાં ડુબી જવાની ઘટનાઓ ના બનતા પોલીસ તંત્ર અને વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

કોઇ અઘટિત બનાવ બન્યો નથી

વર્ષેધૂળેટી પર્વમાં ફાયર બ્રિગેડને નદી કે કેનાલમાં ડૂબી જવા અંગેનો કોલ મળ્યો નથી. જાહેરનામાનો યોગ્ય અમલ કરાયો હતો, જેથી કોઇ અઘટિત બનાવ બન્યો નથી.

>દિપક ગુંજાલ, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર, વડોદરા ફાયર બ્રિગેડ

અન્ય સમાચારો પણ છે...