• Gujarati News
  • National
  • ફેસ્ટિવલનું સેલિબ્રેશન... હોળી ધુળેટીએ યંગસ્ટર્સને આપ્યો રંગબેરંગી સમય..!!

ફેસ્ટિવલનું સેલિબ્રેશન... હોળી - ધુળેટીએ યંગસ્ટર્સને આપ્યો રંગબેરંગી સમય..!!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કમાટીબાગ

} બરોડિયન્સે રંગબેરંગી પર્વ હોળી-ધૂળેટીનું ધમાકેદાર સેલિબ્રેશન કર્યું હતું. કહેવાય છે કે રંગોની કોઇ ભાષા નથી. રંગો તો અબોલ છે પણ જ્યારે ચહેરા પર મનગમતી વ્યક્તિનાં લાલ-પીળા-લીલા રંગો સ્પર્શે એટલે રંગો લાગણી, પ્રેમ, આનંદ અને સ્નેહનું મૂલ્ય સમજાવે છે. આવી રીતે વડોદરામાં વિવિધ વિસ્તારમાં રહેતા યંગસ્ટર્સને રંગોએ મસ્તીની ભાષા સમજાવી. ફ્રેન્ડ્સ સાથેની મસ્તી, કલરફૂલ સમયને યંગસ્ટર્સે મસ્તીથી ડી.જેના તાલે મનભરીને માણ્યો અને હોળી ધુળેટીનું સેલિબ્રેશન કર્યું હતું..!! સેલિબ્રેશનની સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ હોળી-ધૂળેટીની પાર્ટી યોજવામાં આવી હતી. જેમાં સંગીતના તાલે નાનેરાંઓથી માંડી મોટેરાંઓ સુધી સૌ કોઇ ઝૂમી ઉઠ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...