• Gujarati News
  • National
  • ગોત્રી પોલીસના બે જવાને મહિલાને માર્યાનો આક્ષેપ

ગોત્રી પોલીસના બે જવાને મહિલાને માર્યાનો આક્ષેપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાગોત્રી પોલીસના બે જવાનોએ માર માર્યો હોવાનો આરોપ મુકનાર મહિલાને શહેરની એસ.એસ.જી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

સયાજી હોસ્પીટલના સૂત્રોના જણાવ્યા મુજબ, રાજુબેન લક્ષ્મણભાઈ માળી (રહે, માળી મહોલ્લો,ગોત્રી રોડ,વડોદરા)એ સયાજી હોસ્પીટલમાં તેની નોંધ લખાવ્યા અનુસાર ગત્ તા.12-3-17ના રોજ અર્જુનભાઈ અને મનોજભાઈ (બંને ગોત્રી પોલિસ સ્ટેશનના જવાન છે.)એ માર મારતા રાજુબેનને ડાબે હાથે ઈજા થઈ હતી.

પ્રાથમિક સારવાર માટે ગોત્રી સરકારી હોસ્પીટલમાં લઈ ગયા હતા, ત્યારબાદ સયાજી હોસ્પીટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. અંગે ગોત્રીના પોલીસ ઇન્સપેક્ટર કે.પી.જાડેજાએ જણાવ્યું હતું કે, મહિલા સામે ગયા સપ્તાહમાં દારુનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેના કારણે તે ખોટા ખોટા આરોપ મુકી રહી છે.

મહિલા ખોટા આક્ષેપ કરે છે : ગોત્રી પીઆઇ

ગત સપ્તાહ મહિલા વિરુદ્ધ દારૂનો ગૂનો નોંધ્યો હતો

અન્ય સમાચારો પણ છે...