તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • JEE એડવાન્સમાં દેશના ટોપ 500માં શહેરના 5 સ્ટુડન્ટ્સ

JEE એડવાન્સમાં દેશના ટોપ 500માં શહેરના 5 સ્ટુડન્ટ્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

} સિદ્ધાર્થ ઘેટીયા

Renk| 294

} દેવ શેઠ

Renk| 234

} ધ્રુવ દેસાઇ

Renk| 373

} જય પરાંજપે

Renk| 79

સફળ થવા માટે પ્લાનિંગ, શેડ્યુલીંગ અત્યંત જરૂરી છે. સાથે જે પણ અભ્યાસ કરતા હોવ તેના પ્રત્યે ડેડીકેશન હોય તો સફળતા મળે છે. હું નિયમથી ચાલ્યો માટે મને સફળતા મળી છે. મારા પિતા ઇલેક્ટ્રિકલ એન્જિનીયરીંગ વિષયના પ્રોફેસર છે. તેમણે મને તૈયારીમાં એકેડેમિક્સથી લઇને પ્લાનિંગમાં પણ ઘણી મદદ કરી હતી. માટે સફળ થવાનો રસ્તો સરળ થઇ ગયો હતો.

જેઇઇ મેઇન્સમાં મને ઇન ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં ઓછા માર્ક્સ મળ્યા હતા. જેને કારણે મેં તેમાં વધુ કોન્સન્ટ્રેટ કર્યું હતું. હું અંગ્રેજી માધ્યમમાં ભણ્યો હોવાથી મને તેનો સૌથી વધુ ફાયદો થયો છે. મારા પિતા જીએનએફસીમાં છે. હું જ્યારે જેઇઇની એક્ઝામ કે તૈયારીને લઇને ડિપ્રેસ થતો ત્યારે પિતા મને પોઝીટીવીટી આપતા હતા. તેઓ મારા પ્રેરણા સ્ત્રોત છે.

જે ફિલ્ડમાં કાર્યરત હોવ તેમાં શ્રેષ્ઠ દેખાવ કરી શકો તો તમે સફળ છો. માટે મેં મારા અભ્યાસના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું નક્કી કર્યુ હતું. શ્રેષ્ઠ પ્રદર્શનને મેં મારો સિધ્ધાંત બનાવ્યો હતો અને માટે સફળ થયો છું. હું કમ્પ્યુટર સાયન્સમાં જવા માંગુ છું. વડોદરાના વિદ્યાર્થીઓ હવે કોઇપણ કોમ્પિટીટીવ એક્ઝામ્સમાં શ્રેષ્ઠ દેખાવ કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં કોમ્પિટીટીવ એક્ઝામ્સમાં વડોદરાનું પરીણામ વધુ સારું આવશે તેવો મને વિશ્વાસ છે. મારા પિતા લીન્ડેમાં છે. તેમણે મને જેઇઇની તમામ તૈયારીઓમાં ઘણી મદદ કરી હતી. જેને કારણે સ્વસ્થતા પૂર્ણ એક્ઝામ આપી રેન્ક લાવી શક્યો છું.

હું મૂળ ગોધરાનો છું. પરંતુ જેઇઇની તૈયારી કરવા માટે ધો.9થી વડોદરામાં આવી ગયો હતો. મને જે પણ આઇઆઇટીમાં એડમિશન મળશે ત્યાં કમ્પ્યુટર સાયન્સ વિષયમાં આગળ વધવા માંગું છું. જેઇઇની મારી તૈયારીમાં સખત મહેનત તો સામેલ હતી જ. પરંતુ મારો કોન્સેપ્ટ પણ ક્લિયર હતો. તે કારણ છે કે હું જેઇઇમાં સારો રેન્ક મેળવી શક્યો છું. સાથે કોચિંગ હોવું પણ એક્ઝામ માટે જરૂરી છે. મને ખડગપુર અથવા કાનપુર આઇઆઇટીમાં એડમિશન મળે તેવી શક્યતાઓ છે. જેઇઇમાં સફળ થવું હોય તો સૌપ્રથમ તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઇએ.

મારા માતાએ મને એક્ઝામની તૈયારીમાં મદદ કરી હતી. તેઓ ફાર્માકોલોજીમાં ડોક્ટરેટ છે. જેઇઇની તૈયારી માટે મેં 7મા ધોરણથી મન બનાવી લીધુ હતું અને પ્રાથમિક તૈયારીઓ પણ કરી હતી. જ્યારે 9મા ધોરણથી હાર્ડકોર તૈયારી કરી હતી. હવે હું દિલ્હી આઇઆઇટીમાં કમ્પ્યુટર સાયન્સ ભણીશ. કેમેસ્ટ્રીમાં આવતા બાયોલોજીના એક-બે વિષયમાં મને સમજ ન્હોતી પડતી. જેમાં માતાએ મદદ કરી. જેઇઇમાં ટોપ આવવા દિવસમાં 11થી 12 કલાક મહેનત કરવી પડશે. સાથે ટાઇમ મેનેજમેન્ટ અને કોન્સેપ્ટ ક્લિઅર કરી મોક પેપર્સ સોલ્વ કરવા જોઇએ.

ભારતભરની આઇઆઇટીમાં એડમિશન પ્રાપ્ત કરવા માટે 2017માં લેવાયેલી જેઇઇ એડવાન્સ એક્ઝામના રવિવારે જાહેર થયેલા પરીણામોમાં દેશના ટોપ 500 રેન્કર્સમાં વડોદરાના 5 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારતભરના લાખો વિદ્યાર્થીઓ વચ્ચે ધો.12 બાદ આઇઆઇટીમાં એડમિશન લેવા માટેની હોડ જામે છે. જેમાં વડોદરાના પાંચ વિદ્યાર્થીઓ સફળ થયા છે. ટોપ 500માં આવેલા વડોદરાના સ્ટુડન્ટ્સે 7મા ધોરણથી જેઇઇમાં ટોપ કરવાનું મન બનાવી ધો.9થી પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...