તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આજે ખ્રિસ્તીઓ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપશે

આજે ખ્રિસ્તીઓ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત ધો.9ના હિન્દીના પાઠ્યપુસ્તકમાં ઈસુ માટે અપશબ્દો પ્રયોજવાનો મામલો વધુ વકરી રહ્યો છે. બાબતે ગુજરાતમાં વિવિધ શહેરોનો ખ્રિસ્તી સમુદાય વિવિધ સ્તરે રજુઆત કરતો હતો. પણ, હવે ગુજરાત રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કોલ્હાપુર, નાસિક, મુંબઈ સહિતના શહેરોમાં પણ આવેદનપત્રો સુપ્રત કરવામાં આવ્યાં છે. ઈસુના અપમાનનો વિરોધ રાષ્ટ્ર સ્તરે પ્રસરે તેવું સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે.

ખ્રિસ્તી સમુદાય દ્વારા સ્પષ્ટરીતે માંગ કરવામાં આવી રહી છે કે, ગુજરાત સરકાર હેવાન ઇસુ શબ્દ ધરાવતા પાઠ્યપુસ્તકો પાછા ખેંચે તથા ગુજરાત સરકાર વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયની માફી માંગે. માંગણી સાથે વડોદરા શહેરના ખ્રિસ્તી સમુદાય દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ફતેગંજ સ્થિત લાલ ચર્ચ ખાતેથી ખ્રિસ્તી સમુદાયના ધર્મગુરુઓના નેતૃત્વમાં રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચશે. પાઠ્યપુસ્તકો પાછા ખેચવા તાત્કાલિક અસરકાર પગલાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવશે.

ખ્રિસ્તીઓ દ્વારા ઊઠી રહેલી માંગ વચ્ચે પણ સરકાર દ્વારા સંતોષકારક નિર્ણય લેવાતા ઠેર-ઠેર સમુદાય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો સરકાર તાત્કાલિક અસરથી પગલાં લે તો ગુજરાત ઉપરાંત દેશભરમાં પાઠ્યપુસ્તક પાછા ખેંચવા માંગ પ્રસરે તેવું પ્રતિત થઈ રહ્યું છે. રેલીમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી નાગરિકો ઉપસ્થિત રહેશે.

પાઠ્યપુસ્તકો પાછા ખેંચવા માટે ઊઠી રહેલી રાષ્ટ્રવ્યાપી માંગ

ઈસુ માટે અપશબ્દો મુદ્દે અન્ય રાજ્યોમાં પણ વિરોધ કરાયો

અન્ય સમાચારો પણ છે...