હાઈફાઈ યુનિ.

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીનીસૌથી મોટી કોમર્સ ફેકલ્ટી અને આર્ટ્સ ફેકલ્ટી સહિત પોલિટેક્નિક કોલેજ-ફાઇન આર્ટ્સ અને પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં આગામી 31મી ઓગસ્ટ પહેલાં વાઇફાઇની સુવિધાઓ કાર્યરત થઇ જશે. વાઇફાઇની સુવિધાઓ શરૂ કરવા માટે આજે યુનિ.ની હેડ ઓફિસ ખાતે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો.

યુનિ.ની સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો. એ.સી.શર્માના કન્વીનરપદે યુનિ.ની હેડ ઓફિસે મળેલી વાઇફાઇના સેકન્ડ ફેઝ માટે મળેલી બેઠકમાં કોમર્સ ફેકલ્ટી, આર્ટ્સ ફેકલ્ટી, હંસા મહેતા લાઇબ્રેરી, એજ્યુકેશન એન્ડ સાઇકોલોજી, સંસ્કૃત મહાવિદ્યાલય, ગેસ્ટ હાઉસ, આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટ, સાયન્સ બ્લોક, પોલિટેક્નિક કોલેજ, મેનેજમેન્ટ ફેકલ્ટી, વ્હાઇટ હાઉસ તથા ફાઇન આર્ટ્સ ફેકલ્ટી તેમજ પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં બીજા તબક્કામાં વાઇફાઇના ટાવર ઊભા કરીને ફેકલ્ટીઓમાં ભણતાં 21 હજાર જેટલાં વિદ્યાર્થીઓને સુવિધયા અપાશે. વિદ્યાર્થીઓ ફ્રીમાં વાઇફાઇની સુવિધાનો વપરાશ કરી શકશે. રૂપિયા 2.5 કરોડની શરૂ થનાર બીજા તબક્કાની કામગીરીને 31મી ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરી દેવાનો પણ બેઠકમાં નિર્ણય લેવાયો હતો. ખાસ કરીને બેઠકમાં ઉપરોક્ત ફેકલ્ટીઓમાં ટેક્નિકલ ટીમે તાજેતરમાં કરેલા ટાવર લગાવવા માટેના સરવેની વિસ્તૃત ચર્ચા કરાઇ હતી. ટેક્નિકલ ટીમે સરવે દ્વારા દરેક ફેકલ્ટીમાં ક્યાં લગાવવાનો તેની જાણકારી આપી હતી. જાણકારીના સંદર્ભમાં હવે આગામી દિવસોમાં ડિવાઇસ મંગાવીને તે સિસ્ટમને લગાવવા માટે ટેન્ડરિંગ કરાશે. ટેન્ડરિંગ બાદ કંપનીઓને કામ સોંપશે. 31મી ઓગસ્ટ પહેલાં કે ત્યાં સુધીમાં તે લાગુ થાય તે રીતે કામગીરી કરવા માટે કંપનીઓને સૂચના અપાશે. સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો. એ.સી.શર્માએ જણાવ્યું હતું કે, વાઇફાઇનો બીજાે તબક્કા હાથ ધરાયો છે. જેમાં રૂપિયા 2.5 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. જે ફેકલ્ટીઓમાં વાઇફાઇના ટાવર લગાવવામાં આવનાર છે તેમના ડીન અને હેડ સાથે ચર્ચા કરાઇ હતી.

મ.સ.યુનિ.માં બે વર્ષ પહેલા વાઇફાઇ સુવિદ્યા ઉભી કરવાનો નિર્ણય કરાયો હતો. જેના માટે સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો. એ.સી.શર્માને કન્વીનર બનાવીને યુનિ. કેમ્પસમાં ફીજીબીલીટી ટેસ્ટ કરાવીને પ્રથમ તબક્કામાં હોસ્ટેલ, સાયન્સ ફેકલ્ટી, ટેકનોલોજી ફેકલ્ટી સહિતના વિસ્તારોને આવરી લીધા હતા. ~2.25 કરોડના ખર્ચે વાઇફાઇ સુવિદ્યાઓ ઉભી કરાઈ હતી. પ્રથમ તબક્કામાં શરૂ થયેલી વાઇફાઇની સુવિદ્યાઓમાં છાત્રોની સાથે સાથે અધ્યાપકોને પણ રિસર્ચ તથા રૂટીન કામો માટે ફ્રી એક્સેસ આપવામાં આવ્યો હતો. જોકે પ્રથમ તબક્કામાં શરૂ થયેલી વાઇફાઇની સુવિદ્યા બાદ ઘણી ફેકલ્ટીમાં નેટવર્ક નહીં મળતાં હોવાની સમસ્યા ઉભી થતાં નેટવર્કને સુધારવાની કવાયત હાથ ધરાઈ હતી. નેટવર્કને સુધારવાની કવાયત બાદ બીજા તબક્કાને વિસ્તારવાનું પડતું મૂકાયું હતું.

વાઇફાઇના પ્રથમ રાઉન્ડમાં ~2.25 કરોડનો ખર્ચો થયો હતો

MSUમાં 31 ઓગસ્ટ પૂર્વે વાઇફાઇની સુવિધા મળશે

અન્ય સમાચારો પણ છે...