તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગુજરાત રિફાઇનરીના કર્મીઓની માંગ સ્વીકારતા હડતાલ સમેટાઇ

ગુજરાત રિફાઇનરીના કર્મીઓની માંગ સ્વીકારતા હડતાલ સમેટાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતરીફાઇનરીમાં કોન્ટ્રાકટર પર કામ કરતાં કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇને છેલ્લા બે દિવસથી સ્વૈચ્છિક રીતે ફરજ પર જવાનું બંધ કરતાં મચેલા હોબાળા વચ્ચે કર્મચારી યુનિયન અને કંપનીના અધિકારીઓ સાથે ચાલેલી મેરેથોન બેઠકમાં આજે કર્મચારીઓની માંગ સ્વીકારતાં કર્મચારીઓએ પોતાની સ્વૈચ્છીક રીતે પાડેલી હડતાલને પરત ખેંચી લીધી હતી. તો બીજીબાજુ ગુજરાત રીફાઇનરીના અધિકારીઓએ પણ સ્વૈચ્છીક રીતે પાડેલી હડતાલને કર્મચારીઓએ સમેટી લેતાં રાહત અનુભવી હતી.

રીફાઇનરીમાં કોન્ટ્રાકટ પર કામ કરતાં કર્મચારીઓ છેલ્લા બે દિવસથી પોતાની પ્રાથમિક સુવિદ્યાઓ તેમજ સુરક્ષા સંદર્ભે પડતર માંગણીઓનો ઉકેલ માંગી રહ્યા હતા. જોકે રીફાઇનરીના સત્તાધીશોએ અમુક માંગણીઓ પ્રથમ દિવસે સ્વીકારી લીધી હતી. જોકે અન્ય માંગણીઓ સ્વીકારતાં કોન્ટ્રાકટરોએ પોતાની સ્વૈચ્છીક હડતાલને યથાવત રાખી હતી. આજે સ્વૈચ્છીક હડતાલના ત્રીજા દિવસે કર્મચારી યુનિયનના અગ્રણી તથા કંપનીના એચ.આર.ના અધિકારીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે પુન: મેરેથોન બેઠક યોજાઇ હતી. બેઠકમાં કર્મચારીઓની ગેટ પાસ, ટોઇલેટ, કેન્ટીન, સુરક્ષા-આઇકાર્ડ સહિતની પ્રાથમિક સુવિદ્યાઓ સહિતની માંગ સ્વીકારાઇ જતાં કર્મચારીઓએ પાડેલી સ્વૈચ્છીક હડતાલને પાછી ખેંચી લઇને ફરજ જોડાઇ જવાનો નિર્ણય કર્યો હતો.

અત્રે ઉલ્લેખનિ છે કે કર્મચારીઓએ હડતાલ પરત ખેંચતાં રાહત અનુભવતાં કંપનીના અધિકારી પી.ટી.સોલંકીએ જણાવ્યું હતું કે, યુનિયનની માંગણી સ્વીકારાઇ ગઇ છે. સ્વૈચ્છીક હડતાલ પરત ખેંચી લીધી છે. હડતાલથી કંપનીને કોઇ ઉત્પાદનનું નુકશાન થયું નથી.

નોકરી પર જતા રોકી, ઝઘડો કરનારા ટોળા સામે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધાયો

મંગળવારે સવારે નોકરી પર જવા નિકળેલા ગુજરાત રિફાઇનરીના કર્મચારીને નોકરી પર જતા રોકી ઝઘડો કરનારા ટોળા સામે પોલીસમાં રાયોટીંગનો ગુનો નોંધાયો છે. જવાહરનગર પોલીસે મામલે તપાસ શરુ કરી હતી. જવાહરનગર પોલીસ સ્ટેશનમાં દિપક લક્ષ્મીચંદ માલવિયાએ 25થી 30 વ્યકતીના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ મંગળવારે સવારે 9-20 વાગ્યાના અરસામાં ગુજરાત રિફાઇનરીમાં નોકરી કરવા માટે જતા હતા ત્યારે ગુજરાત રિફાઇનરી ચાર રસ્તા પાસે આવેલા ટુ વ્હીલર પાર્કીંગ નજીક ટોળાએ તેમને તથા અન્ય કર્મચારીઓને રોકીને અપશબ્દોનો મારો ચલાવ્યો હતો અને ઝઘડો કર્યો હતો. જવાહરનગર પોલીસે મામલે ટોળાં સામે રાયોટીંગનો ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી હતી.

કંપનીને કોઇ પ્રકાર નુકસાન થયું નથી : પી.ટી.સોલંકી

કર્મીઓએ સ્વૈચ્છિક રીતે ફરજ પર જવાનું બંધ કર્યું હતું

અન્ય સમાચારો પણ છે...