• Gujarati News
  • National
  • MSU હોસ્ટેલના વધુ ચાર વિદ્યાર્થી ડેન્ગ્યૂની ઝપેટમાં

MSU હોસ્ટેલના વધુ ચાર વિદ્યાર્થી ડેન્ગ્યૂની ઝપેટમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેન્ગ્યૂનો રોગચાળો નાથવાની કામગીરી થતાં અસંતોષ

એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિ.નીગર્લ્સ તથા બોય્ઝ હોસ્ટેલના 4 વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યાં છે. તમામને ફતેગંજની અવર લેડી ઓફ પિલર હોસ્પીટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. યુનિ. હોસ્ટેલ કેમ્પસમાં ડેન્ગ્યુનો ફેલાવો વણથંભ્યો બનતાં હોસ્ટેલમાં રહેતાં તમામ વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ઉભો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી મ.સ.યુનિ.માં 10 વિદ્યાર્થીઓ ડેન્ગ્યૂની ઝપેટમાં આવ્યા છે.

યુનિ. તંત્રના જણાવ્યા અનુસાર હોસ્ટેલ કેમ્પસમાંથી ડેન્ગ્યુ નાબૂદ કરવા તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જો કે તેમ છતાં હોસ્ટેલમાં ગટરો તથા અન્ય જગ્યાઓએ ગંદકી યથાવત હોવાની ફરિયાદ સાથે 500 જેટલાં વિદ્યાર્થીઓ આજે વિદ્યાર્થીસંઘના યુ.જી.એસ તથા વી.પી સાથે ચિફ વોર્ડન ઓફીસ ખાતે ચિફ વોર્ડનને રજૂઆત કરવા પહોંચ્યા હતા. બીજી તરફ યુનિ.ના વી.સીએ પણ હોસ્ટેલ કેમ્પસની મુલાકાત લીધી હતી.

યુનિ. હોસ્ટેલના ચિફ વોર્ડન વિજય પરમારે જણાવ્યું હતું કે, તમામ હોસ્ટેલોમાં ફોગીંગ તથા દવાના છંટકાવ સહિતની કામગીરી નિયમિત પણે કરવામાં આવી રહી છે. વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશન સાથે પણ યુનિ. દ્વારા રોગચાળો ફાટે તે માટે સંકલન કરવામાં આવ્યું છે. યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલના એસ.ડી હોલની બે વિદ્યાર્થિનીઓ તથા પોલીટેક્નીક બોય્ઝ હોસ્ટેલ કેમ્પસના એન.વી તથા આર.ટી હોલના એક-એક વિદ્યાર્થી મળી કુલ ચાર વિદ્યાર્થીઓ ફતેગંજની હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા છે.

રોગચાળામાં સપડાયેલા 4 છાત્રો હોસ્પિટલમાં દાખલ

ગંદકીના પ્રશ્ને 500 વિદ્યાર્થીના વોર્ડનની ઓફિસે દેખાવો

અન્ય સમાચારો પણ છે...