તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કલેશ્વરી અને તેની વાવ જોવા જેવી છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલેશ્વરી અને તેની વાવ જોવા જેવી છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પંચમહાલ જિલ્લામાંથી અલગ થયેલા જિલ્લા મહીસાગરમાં આવેલું એક ગામ એટલે લુણાવાડા. ને ત્યાં થી સેજ આગળ જઇએ એટલે છૂપાયેલા ખજાના જેવું કલેશ્વરી જોવા મળે જ્યાં બે વાવ અને અન્ય પુરાતત્વીય અવશેષો છે. કેહવાય તો એમ છે કે જગ્યા મહાભારતકાલીન અને ત્યાં પાંડવો રહેતા હતા. છેલ્લે 16મી સદીમાં લુણાવાડાના રાજકુમાર વાલારાણાએ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ASIના માર્કિંગ પ્રમાણે જગ્યાએ 10મી થી 17મી સદી વચ્ચેના અવશેષો આવેલા છે. અને અનેક વાયકાઓ પૈકી એક વાયકા મહાભારતના યુદ્ધ જોડે પણ સંકળાયેલી છે.

કેટલાકં પ્રાચીન અવશેષો આજે પણ આપણને સ્થળે જોવા મળે છે. થોડી ઉંચાઇ ઉપર આવેલા કલેશ્વરી ખાતે શિવરાત્રિ અને જન્માષ્ટમી નિમિત્તે મેળો પણ ભરાઇ છે. સ્થળ વડોદરાથી 140 કિલોમીટર દૂર આવેલું છે. જગ્યા જોઈ ને તરત પરત ફરીએ પણ અલગ રસ્તે. પાછા વળતા આપણે બાલાસિનોરવાળો રસ્તો લેવાનો સહેજ લાંબો પડે પણ વસુલ છે. બાલાસિનોર ગામ આવે એની સહેજ પહેલા રૈયાલી ગામે ડાયનાસોર ફોસિલ પાર્ક આવેલો છે. યસ, ડાયનાસોર!! દુનિયાનું બીજા નંબરનું સ્થળ છે કે જ્યાંથી ડાયનાસોરના આટલા બધા ઈંડા મળ્યા છે. અને હા તમે ઈંડાને હાથમાં લઇ ને પણ જોઈ શકો છો. પણ સાઈટ બરબાદ થાવાની કગાર પર ઉભી છે. હજી પણ મોકો છે, તમે માણી આવો.

ટ્રાવેલ

{ આર્ય ભટ્ટ

એડવોકેટ,ટ્રાવેલર

રાજકુમાર વાલારાણાએ 16મી સદીમાં જીર્ણોદ્ધાર કરાવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો