તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગોત્રીમાં પોલીસ પર માથાભારે ગોપાલકોનો હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોત્રીમાં પોલીસ પર માથાભારે ગોપાલકોનો હુમલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટના મ્યુનિ.કમિશ્નરની ચેતવણી, હવે માલધારીઓના ઘરમાં ઘૂસીને ઢોર પકડીશું

પોલીસથી બચવા વાહનોની નંબર પ્લેટ કપડાંથી ઢાંકવાનો નુસખો અપનાવાય છે

ગોત્રીવાસણા રોડ પર રસ્તે રખડતી ગાયોને પકડવા માટે ગયેલી પોલીસની ટીમ પર ભરવાડોની ટોળકીએ હુમલો કર્યો હતો. જેમાં ચારને ઇજા થઇ હતી પોલીસે સ્થળ પરથી 4 શખ્સોને ઝડપી પાડ્યા ગુનાઇત મનુષ્યવધ કરવાની કોશિશ સહિતનો ગુનો નોંધ્યો હતો. પોલીસે અન્ય 9 ની ઓળખ કરી ફરાર 7 શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

કોર્પોરેશનની ઢોર પાર્ટીનો સ્ટાફ ગુરુવારે રસ્તે રખડતી ગાયોને પકડવા માટે ગોત્રી વાસણા રોડ પર નીકળ્યાે હતાે. ગોત્રી પોલીસની ટીમ પણ તેમની સાથે હતી. સવારે 11:35 વાગ્યાના સુમારે ગેરી લેબોરેટરી સામે પસાર થઇ રહ્યા હતા ત્યારે 20 જેટલા પશુપાલકોની ટોળકી ધસી ગઇ હતી. દોરી, લાકડીના ઇશારા અને વ્હીસલ મારીને રાહદારીઓના જાન જોખમમાં મૂકાય તે રીતે ઢોરોને દોડાવ્યા હતાં.ગોત્રી પોલીસ સ્ટેશનના વલ્લભભાઇ ત્રિકમભાઇ, હેડ કોન્સ્ટેબલ સાબીરહુસેન, પોલીસ કોનસ્ટેબલ મયુરસિંહ, વિક્રમસિંહ, લોકરક્ષક દળના રાજેન્દ્રસિંહ સહિતનાએ અટકાવતા પશુપાલકોના ટોળાએ ઝપાઝપી કરી અમારા વચ્ચેથી હટી જાવ, અમારા ઢોરો જો પકડ્યા છે તો આજે જોવા જેવી થઇ જશે તેમ કહી પોલીસ કર્મચારીઓ પર લાકડી વડે હુમલો કર્યો હતો. એટલું નહિ મારો મારો કરી બૂમો પાડતા નાસભાગ મચી ગઇ હતી. પોલીસે 4ને ઝડપી પાડી રાયોટિંગ, સરકારી કર્મી પર હુમલો, ગુનાઇત મનુષ્યવધની કોશિશના ગુનામાં ધરપકડ કરી હતી.

રાજકોટ પાલિકા રખડતા ઢોરના ત્રાસને કાબૂમાં લેવાનો રસ્તો ચીંધે છે

ગોપાલ ગોવિંદ ભરવાડ

રહે.સમતા

વિનોદ કમલેશ ભરવાડ

રહે.દીવાળીપુરા

ભરત ભનુ ભરવાડ

રહે.નવરંગપુરા

હરેશ ખેેેંગાર ભરવાડ

રહે.ગદાપુરા

સ્થળ પરથી કોની ધરપકડ કરાઇ

કોણ ઓળખાયા?

સંજય વસરામ રબારી રહે.રામદેવનગરગોત્રી

હિતેશશંકર રબારી, રહે.ગોત્રી

સતીષવશરામ રબારી રહે.રામદેવનગર,ગોત્રી

મિલનહરિ રબારી રહે.ગોત્રીગામ

કરશનકાનજી ભરવાડ રહે.કુનાલ ચોકડી, સમતા

ભીમાકાનજી ભરવાડ કુનાલચોકડી,સમતા

વિક્કીરાજપૂત, રહે.પંચામૃત, ગોત્રી રોડ

ભરતભરવાડ, રહે.દીવાળીપુરા

પોપટગગજી ભરવાડ ગદાપુરા,ભરવાડ વાસ

ઢોર પાર્ટીની કામગીરી દરમિયાન અડચણ ઉભી કરતી ટોળકીની હવે વીડિયોગ્રાફી કરાય છે. વીડિયોમાં દેખાતા વાહનોના નંબરના આધારે પોલીસ કાયદાકિય કાર્યવાહી કરતી હોવાથી પશુપાલકોએ વાહનોની નંબર પ્લેટો કપડાંથી ઢાંકવાનો હથકંડો અપનાવ્યો છેે. પોલીસે આજે 9 શખ્સોની અોળખ કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

હુમલામાં ચાર પોલીસ કર્મચારીઓને ઇજા: 20 પશુપાલકો સામે ગુનાઇત મનુષ્યવધની કોશિશ સહિતનો ગુનો નોંધાયો

ટોળા પૈકી 9 હુમલાખોરોની ઓળખ થઈ અને ચારની ધરપકડ કરાઇ

પોલીસે અટકાવतांताांતાં જોવા જેવી થઇ જશે તેમ કહી લાકડીથી હુમલો કર્યો

રાહદારીના જાન જોખમમાં મૂકાય તે રીતે ગોપાલકોએ ગાયોનેે ભગાડી

ગોત્રી િવસ્તારમાં ઢોરપાર્ટીની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ગઇ હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો