તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મહિલા બાથરૂમમાં જતાં ધાબા પર પહોંચી ગયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા બાથરૂમમાં જતાં ધાબા પર પહોંચી ગયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
િવદ્યાર્થીએ સ્નાન કરતી મહિલાનું મોબાઇલ લટકાવીને શૂટિંગ કર્યું

મહિલાના પતિને જોતાં વિદ્યાર્થીએ ક્લિપિંગ ડિલીટ કરી નાખી

આજવારોડની કોલોનીમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ બુધવારે રાત્રે ધાબા પર ચઢી જઇ મોબાઇલને દોરી વડે લટકાવ્યો હતો. અને બાથરૂમમાં સ્નાન કરતી પાડોશી મહિલાનું વીડીયો શુટિંગ ઉતાર્યું હતું. મહિલાની બૂમરાણથી પતિ ધાબા પર દોડી જતાં વિદ્યાર્થીએ ક્લીપીંગ ડીલીટ કરી નાખી હતી.

આજવા રોડની એક કોલોનીમાં રહેતી 28 વર્ષીય મહિલા ગત બુધવારે રાત્રે બાથરૂમમાં નહાવા ગઇ હતી. દરમિયાન નજીકમાં રહેતો 17 વર્ષીય કોલેજીયન વિદ્યાર્થી તેના ઘરના ધાબા પર બેઠો હતો. તેણે મોબાઇલને દોરી વડે બાંધી પાડોશમાં રહેતી મહિલાના બાથરૂમનું ક્લીપીંગ ઉતારવા મોબાઇલ લટકાવ્યો હતો. બાથરૂમની બારી બહાર કોઇ ચીજવસ્તુ હોવાનું જણાતા મહિલા ચોંકી હતી પરંતુ વિદ્યાર્થીએ મોબાઇલ ખેંચી લીધા બાદ ફરી લટકાવ્યો હતો.

મહિલાને મોબાઇલ હોવાની ખાતરી થતાં તેણે પતિને જાણ કરી હતી. જેના પગલે પતિ ધાબા પર દોડી ગયો હતો. જ્યાં નજીકના ધાબા પર બેઠેલો છાત્ર ઘરમાં જતાં તેની પૂછતાછ કરતાં તેણે ક્લીપીંગને મોબાઇલમાંથી ડીલીટ કરી નાખી હતી. મહિલાએ સગીર વિદ્યાર્થી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો