તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટી રીપોર્ટર | વડોદરા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિટી રીપોર્ટર | વડોદરા

નવવરસના લાંબા અરસા બાદ વડોદરા ને નવી ટ્રેન ફાળવવામાં આવી છે, જેનો પ્રાયોગિક ધોરણે શુભારંભ રવિવારે સવારે વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી થશે. ટ્રેનને લીલી ઝંડી સાંસદ રંજનબેન ભટ્ટ અને રાજકીય કક્ષાના ખેલકૂદ યુવક સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી રાજેન્દ્ર િત્રવેદી આપશે ,એમ રેલવેના સૂત્રોએ જણાવ્યું છે.આ ટ્રેન વડોદરા અને અમદાવાદ વચ્ચે દોડશે.

વડોદરાથી સવારના સમયે અમદાવાદ જવા માટે એક ટ્રેનની માંગ હતી.તે હવે પુરી થશે. ટ્રેન વડોદરાથી સવારે 8.20 વાગે ઉપડશે. સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેનને પ્રાયોગીક ધોરણે શરુ કરવામાં આવશે. છેલ્લે વડોદરાને એક ટ્રેન 2007માં ભીલાડ એકસપ્રેસ મળી હતી. દોઢ વરસ પહેલા રાજકોટ અને વડોદરા વચ્ચે ઈન્ટરસીટી ટ્રેન પ્રાયેાગીક ધોરણે દોડાવવામાં આવી હતી, પણ રાજકોટ થી વળતી ટ્રીપમાં પૂરતા મુસાફરો મળતા હતા એટલે વડોદરા રેલવે ડીવીઝને ટ્રેનને સુરતથી દોડાવવામ માટે માંગ કરી હતી પણ રેલવે બોર્ડે મંજૂરી આપતાં ટ્રેન બંધ કરવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો