• Gujarati News
  • National
  • જોય ટ્રેન પર પથ્થરમારો કરનાર 3 સગીરની ધરપકડ

જોય ટ્રેન પર પથ્થરમારો કરનાર 3 સગીરની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કમાટીબાગમાંજોય ટ્રેન પર પથ્થરમારો કરવાની ઘટનામાં પોલીસે 3 સગીરની ધરપકડ કરી હતી જ્યારે અન્ય 3 ફરાર હોઇ શોધખોળ હાથ ધરાઇ છે. પ્રાથમિક પૂછતાછમાં દોઢ મહિના પહેલા ચાલુ ટ્રેન પર લટકતા ટીનેજરોને સિક્યુરિટીએ પકડી માફી મંગાવતા તેના પ્રત્યાઘાતરૂપે ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.

કમાટીબાગમાં સહેલાણીઓને લઇ બાગની સફર કરાવતી જોય ટ્રેન ઉપર કેટલાક છોકરાઓએ પથ્થરમારો કરતા નાસભાગ મચી ગઇ હતી. સિક્યુરિટીએ પીછો કરી 3 ટીનેજરોને ઝડપી પાડ્યા હતા જ્યારે 3 ભાગી છૂટ્યા હતાં.

સિક્યુરિટીએ પકડી માફી મંગાવતા વિફર્યા હતા

અન્ય સમાચારો પણ છે...