લાંબા સમયે મળી ગુજરાતી ભાષામાં વ્યંગ-હાસ્યની ‘કાર્ટૂન સેલ્ફી’

લાંબા સમયે મળી ગુજરાતી ભાષામાં વ્યંગ-હાસ્યની ‘કાર્ટૂન સેલ્ફી’
લાંબા સમયે મળી ગુજરાતી ભાષામાં વ્યંગ-હાસ્યની ‘કાર્ટૂન સેલ્ફી’

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:41 AM IST
વ્યંગ અને હાસ્ય માનવ જીવનના અવિભાજ્ય અંગ છે. હાસ્યથી મનની સ્વસ્થતા અને વ્યંગથી કરવામાં આવેલો નિર્મળ વિરોધ અસરકારક રહ્યો છે. ત્યારે ગુજરાતના જાણીતા લેખકો દ્વારા વ્યંગ અને હાસ્ય સમાજમાં ફેલાય, તેના દ્વારા જ જ્ઞાન, રમૂજ, સર્જનાત્મકતા અને સહનશીલતાના ગુણો સમાજમાં ફેલાય તેવા હેતુથી લાંબા સમય બાદ માત્ર વ્યંગ અને હાસ્યને પ્રસ્તુત કરતું ગુજરાતી માસિક કાર્ટૂન સેલ્ફી અમદાવાદ ખાતેથી શરૂ કરાયું છે. નરી આંખે દેખાતા તમામ ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોલિટિકલ, એડમિનીસ્ટ્રેટલ, સિલીબ્રીટલ, સાંપ્રત સમસ્યાઓ અને વૈશ્વિક કે દેશની નોંધપાત્ર ટીકાપાત્ર ઘટનાઓ, સાહિત્ય, સમાજને જરૂરી હોય તેવા મૂલ્યો, પ્રાચિન અને અર્વાચીન કથાઓ, પરાક્રમ કથાઓ, હિસ્ટ્રી, મેનેજમેન્ટ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ પણ છે કે, આ તમામ ક્ષેત્રોની વાતોને કાર્ટુન અને કેરિકેચર દ્વારા પણ દર્શાવવામાં આવી છે. આ પ્રકારના માસિક દ્વારા લોકો આ ક્ષેત્રોની વાતો જાણે અને તેમાં જ વ્યંગ અને હાસ્ય દ્વારા જાગૃત થાય તે રીતે પ્રસ્તુતી કરવામાં આવી રહી છે. માસિકમાં કાર્ટૂન અથવા કેરિકેચર દ્વારા થઇ રહેલી આ પ્રસ્તુતી માત્ર મનોરંજન નહીં પરંતુ સમાજમાં જાગૃતતા પણ ફેલાવી રહી છે. આ સામયિકમાં લેખન જાણીતા લેખકો અશોક દેશપાલ, ઉર્વીશ કોઠારી, બિરેન કોઠારી દ્વારા કરવામાં આવી રહ્યું છે.

માનવ જીવનમાં વ્યંગ અને હાસ્ય કેટલાય પ્રશ્નો ઉકેલી નાખે છે, ત્યારે લાંબા સમયે ગુજરાતને એક અબુધથી પ્રબુદ્ધ વાંચી શકે તેવું સામયિક મળ્યું છે

કાર્ટૂન

માસિક

ચાર વિભૂતીઓની સ્વર્ગમાં ચર્ચા થાય તો?

સામયિક કાર્ટૂન સેલ્ફિમાં ગાંધીજી, નેલ્સન મંડેલા, મધર ટેરિઝા અને માર્ટિન લ્યૂથર કિંગ સ્વર્ગમાં મળે છે તે કેરીકેચર છાપવામાં આવ્યું છે. જેમાં તેઓ શું વાત કરી રહ્યા છે તે વાતને વ્યંગ અને હાસ્યમય રીતે રજૂ કવામાં આવી છે. આવા કેટલાંય વ્યંગ અને હાસ્ય વિવિધ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

કાર્ટૂન સેલ્ફિનો પ્રથમ અંક બહાર પાડવામાં આવ્યો છે, જેના કવર પેજમાં આસપાસનો અનુભવ છે.

X
લાંબા સમયે મળી ગુજરાતી ભાષામાં વ્યંગ-હાસ્યની ‘કાર્ટૂન સેલ્ફી’
લાંબા સમયે મળી ગુજરાતી ભાષામાં વ્યંગ-હાસ્યની ‘કાર્ટૂન સેલ્ફી’
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી