• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Vadodara City
  • માર્ચ મહિનાથી સયાજીબાગમાં રહેતો સિંહ કુંવર અને સિંહણ ગેલ સહિત વાઘ, દીપડા, રીંછ મુક્ત વાતાવરણમાં

માર્ચ મહિનાથી સયાજીબાગમાં રહેતો સિંહ કુંવર અને સિંહણ ગેલ સહિત વાઘ, દીપડા, રીંછ મુક્ત વાતાવરણમાં ફરતાં દેખાશે

માર્ચ મહિનાથી સયાજીબાગમાં રહેતો સિંહ કુંવર અને સિંહણ ગેલ સહિત વાઘ, દીપડા, રીંછ મુક્ત વાતાવરણમાં
માર્ચ મહિનાથી સયાજીબાગમાં રહેતો સિંહ કુંવર અને સિંહણ ગેલ સહિત વાઘ, દીપડા, રીંછ મુક્ત વાતાવરણમાં

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:41 AM IST
અત્યારસુધી આપણે વડોદરાના પ્રાણી સંગ્રહાલયમાં સિંહને પાંજરામાં પુરાયેલા જ જોયા છે. પરંતુ ટૂંક સમયમાં વડોદરાના પ્રાણી સંગ્રહાલયમાં સિંહને પાંજરામુક્ત કરાશે. સયાજીબાગમાં જ સિંહને જંગલનું વાતાવરણ પુરુ વાડવા, તે મુક્ત રીતે ફરી શકે તે માટે પ્રાણી સંગ્રહાલયમાં વિશેષ ભાગમાં સિંહનો મોટ એન્ક્લોઝર (વિશાળ મુક્ત જગ્યા) બનાવવાની શરૂઆત કરી દેવાઇ છે. જેમાં સિંહ માટે જંગલ જેવું જ વાતાવરણ ઉભુ કરાશે. અંદાજે માર્ચ મહિનાથી સિંહને તે સ્થળે ખસેડવામાં આ‌વશે. મુલાકાતીઓ સિંહને કોઇપણ બેરિયર વગર જોઇ શકશે. વડોદરા સિવિક બોડી દ્વારા સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં મહત્વાકાંક્ષી યોજનાઓ શરૂ કરવામાં આ‌વી છે. જે અંતર્ગત મોટ એન્ક્લોઝર બની રહ્યા છે. સયાજીબાગના દક્ષિણ ભાગમાં મોટ એન્ક્લોઝરનું કામ પુર જોશમાં આંતરાષ્ટ્રીય ધારા-ધોરણો મુજબ થઇ રહ્યું છે. સિંહની જોડી માટે હજારો ચોરસ મીટરનો વિસ્તાર ફાળવવામાં આવ્યો છે. જેમાં મુલાકાતીઓ જ્યાં ઉભા હશે તે ભાગે સીધો ખાડો હશે, જ્યારે સિંહ જે જગ્યામાં રહેશે તે ઢોળાવ વાળો ભાગ બનાવવામાં આવ્યો છે. મોટ એન્ક્લોઝરમાં નીચેના ભાગમાં પાણી હોય એવો ખાડો તૈયાર થશે જેથી ઉપરથી સિંહ છલાંગ મારી શકશે નહીં. તેમ સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયના ક્યુરેટર પ્રત્યુશ પાટણકરે જણાવ્યું હતું.

પાંજરામુક્ત થશે વડોદરામાં રહેતું સિંહ યુગલ

19મી સદીમાં લવાયેલા સિંહની પેઢી જ વડોદરામાં છે

સયાજીબાગમાં હાલ કુંવર નામનો સિંહ અને ગેલ નામની સિંહણ છે. 19મી સદીમાં ગીરમાંથી એક સિંહ-સિંહણને વડોદરાના ઝુમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની પેઢીઓ જ હાલમાં સયાજીબાગમાં રહે છે. નોંધનિય છે કે, આ સિંહ-સિંહણ વડોદરામાં બાળપણથી રહે છે. જેમાં સિંહની ઉંમર 11 વર્ષ અને સિંહણની હાલમાં 10 વર્ષની છે.

જૂનાગઢના નવાબે કાયદાકીય રક્ષણ આપ્યું : અંગ્રેજોએ ટપાલ ટીકીટ કાઢી

20મી સદીની શરૂઆતમાં સિંહની સંખ્યા ઘટી ગઇ હતી. 100થી ઓછા સિંહ ગીરના જંગલોમાં બચ્યા હતા. જૂનાગઢના પ્રકૃતિપ્રેમીઓના કહેવાથી વન્યજીવ અધિનિયમ 1972 બનતાં પહેલાં જ નવાબ મહાબત ખાંએ સિંહને કાયદાકીય સંરક્ષણ આપ્યું હતું. અંગ્રેજોએ પણ સિંહને બચાવવા 1920માં સિંહના ચિત્ર વાળી ટપાલટિકીટ બહાર પાડી હતી. જે ભારતના ટપાલ ઇતિહાસની સૌપ્રથમ વન્યપ્રાણીના ફોટો વાળી ટિકીટ હતી.

સયાજીબાગના ઝૂ માં નિર્માણાધીન સિંહને જંગલનો અનુભવ કરાવતું આંતરરાષ્ટ્રીય કક્ષાનું મોટ એન્ક્લોઝર.

આપણી જેમ પરિવાર માટે સિંહણ જ શિકાર કરે છે

પ્રત્યુશ પાટણકરે જણાવ્યુ હતું કે, માનવીય સમાજની જેમ જ સિંહ અને પરિવાર માટે શિકાર સિંહણ જ કરે છે. જેને સૌપ્રથમ સિંહ, તેના બચ્ચા અને અંતે સિંહણ ખાય છે. સિંહ બિલાડીની પ્રજાતિનું પ્રાણી છે પરંતુ એ પ્રજાતિનું એકમાત્ર પ્રાણી છે કે જે ગ્રૂપમાં રહેવાનું પસંદ કરે છે. આથી જ સિંહને જંગલના રાજાની ઉપાધિ આપવામાં આવી છે. સિંહના ગ્રૂપને પ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત 99 ટકા કિસ્સાઓમાં સિંહણ જ શિકાર અર્થે જાય છે. મોટા જાનવરનો શિકાર કરવાનો હોય અને સિંહની મદદની જરૂર હોય તો સિંહણ પોકાર કરીને સિંહને બોલાવે છે.

સયાજીરાવ પર સિંહે હુમલો કર્યો હતો, બે યુવકોએ બચાવ્યા

મહારાજા સયાજીરાવ ધારીમાં શિકાર માટે ગયા ત્યારે સિંહે તેમની પર હુમલો કર્યો હતો. બે કાઠીયાવાડી છોકરાઓએ તેમને બચાવ્યા હતા. જેમની પ્રતિમા સયાજીબાગમાં મુકાઇ છે. તેમ ચંદ્રશેખર પાટિલે જણાવ્યું હતું.

ઇરાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં પણ સિંહ હતા

વિશ્વમાં ફક્ત આફ્રીકા અને ગીરના જંગલોમાં જ સિંહ છે. વર્ષો પહેલા ઇરાન, અફઘાનિસ્તાન, અને પાકિસ્તાનમાં સિંહ હતા. ભારતમાં ઉતર-પશ્ચિમ વિસ્તારો સહિત પૂર્વમાં બિહાર સુધી સિંહ હોવાના પુરાવા મળે છે.

વડોદરાના ફોટોગ્રાફર દરવર્ષે કરે છે સિંહની ફોટોગ્રાફી

શહેરના વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર અને એજ્યુકેશનાલીસ્ટ આલાપ ટાંક દર વર્ષે ગીરના જંગલોમાં જઇ સિંહની ફોટોગ્રાફી કરે છે. સિંહના ફોટોગ્રાફ માટે તેઓ છેલ્લા 15 વર્ષથી ગીરની મુલાકાત લે છે.

X
માર્ચ મહિનાથી સયાજીબાગમાં રહેતો સિંહ કુંવર અને સિંહણ ગેલ સહિત વાઘ, દીપડા, રીંછ મુક્ત વાતાવરણમાં
માર્ચ મહિનાથી સયાજીબાગમાં રહેતો સિંહ કુંવર અને સિંહણ ગેલ સહિત વાઘ, દીપડા, રીંછ મુક્ત વાતાવરણમાં
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી