Home » Madhya Gujarat » Latest News » Vadodara City » 1882માં બોમ્બે યુનિ. દ્વારા માન્યતા મળી અને 1889માં ડિગ્રી આપવાની માન્યતા પ્રાપ્ત થઇ હતી

1882માં બોમ્બે યુનિ. દ્વારા માન્યતા મળી અને 1889માં ડિગ્રી આપવાની માન્યતા પ્રાપ્ત થઇ હતી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:41 AM

એસ. એસ. યુનિવર્સિટી

  • 1882માં બોમ્બે યુનિ. દ્વારા માન્યતા મળી અને 1889માં ડિગ્રી આપવાની માન્યતા પ્રાપ્ત થઇ હતી
    શહેરમાં આવેલ કોઠી કચેરી પાસે આવેલ નાની કુટીરમાં 1882માં શરૂ થયેલ બરોડા કોલેજ આજે પ્રતાપગંજ વિસ્તારમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા તરીકે ઓળખાય છે. બરોડા સ્ટેટની જનતા માટે એક કોલેજ બનાવવાનો વિચાર સયાજીરાવ ત્રીજાને 1875માં આવ્યો. ત્યારબાદ તેમણે 1878-79 માં આર્ટસ ફેકલ્ટીની બિલ્ડિંગને આકાર આપ્યો હતો. 1881-82માં બોમ્બે યુનિ. દ્વારા માન્યતા મળી હતી જ્યારે પદવીદાનની માન્યતા 1889માં પહેલીવાર મળી હતી. 1892માં ઇત્તર પ્રવૃતિઓ કરવા માટે એક બેઠક બોલાવાઇ અને ત્યારથી યુથ ફેસ્ટિવલની કલ્પનાએ જન્મ લીધો હોય તેવું માની શકાય. તેમ કલ આજ ઓર કલના શીર્ષક હેઠળ આયોજિત આર્ટસ ફેકલ્ટીમાં યોજાયેલ વિદ્યાર્થીઓ માટેના જ્ઞાનવર્ધક કાર્યક્રમમાં જય મકવાણાએ જણાવ્યુ હતું

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ