શિક્ષણને આનંદી બનાવવા વિષય પર ટોકનું આયોજન

VIC દ્વારા બરોડા સ્કૂલ ખાતે ટોક યોજાશે

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:41 AM
શિક્ષણને આનંદી બનાવવા વિષય પર ટોકનું આયોજન
વડોદરા ઇનોવેશન કાઉન્સિલ દ્વારા બરોડા હાઇસ્કૂલ અલકાપુરી ખાતે ટોકનું આયોજન શનિવારે સવારે 10થી 12 દરમ્યાન કરવામાં આવ્યું છે. હેન્ડ્સ ઓન પ્રવૃત્તિઓ સાથે સર્જનાત્મકતા અને જિજ્ઞાસાને પ્રોત્સાહન આપવાના મહત્ત્વ વિશે ટોકમાં માહિતી આપવામાં આવશે. વડોદરા ઇનોવેશન કાઉન્સિલ દ્વારા મે 2011થી ઇનોવેશન સંબંધિત કાર્યક્રમો જેવા કે રોબોટિક્સ વર્કશોપ્સ, તોડ- ફોડ-જોડ કરવામાં આ‌વે છે. સામાન્ય જનતા સુધી રમકડાંનો ઉપયોગ કરીને વિજ્ઞાન, તકનીક, એન્જિનિયરિંગ અને ગણિતના શિક્ષણને કેવી રીતે આપવું તે ટોકમાં શીખવવામાં આવશે. ટોકની મદદથી શિક્ષણને કેવી રીતે આનંદી બનાવી બાળકોને તેજસ્વી બનાવી શકાય તેવી માહિતી આપવામાં આવશે. ટોકમાં સ્પીકર તરીકે મનીષ જૈન ઉપસ્થિત રહેશે જેઓએ આઇઆઇટી કાનપુરથી તેમના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું અને સ્ટેનફોર્ડ યુએસએમાં કેટલાક અભ્યાસક્રમો પૂરા કર્યા. તે આઈઆઈટી ગાંધીનગરના ક્રિએટીવ લર્નિંગ ઇનિશિયેટિવ (CII) સાથે સંકળાયેલા છે. તેઓ પૂણેમાં IUCAA સાયન્સ સેન્ટરમાં સંશોધન, રમકડાં અને પ્રવૃતિઓ ડિઝાઇન કરવા, શિક્ષક તાલીમ અને લોકપ્રિય વિજ્ઞાન ફિલ્મો બનાવવા માટે ટૂંકી ફિલ્મોમાં કામ કરે છે.

Education Talk

X
શિક્ષણને આનંદી બનાવવા વિષય પર ટોકનું આયોજન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App