ખેલ મહાકુંભમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરનાર શાળાઓને એન્ટ્રી દીઠ Rs.1 મળશે

7 દિવસમાં વડોદરા શહેરના 4576 અને જિલ્લાનાં 3714 રજિસ્ટ્રેશન

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:41 AM
ખેલ મહાકુંભમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરનાર શાળાઓને એન્ટ્રી દીઠ Rs.1 મળશે
ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશન માટે વડોદરામાં બેઠક યોજાઇ હતી. વડોદરા શહેર જિલ્લામાંથી વધુમાં વધુ ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે વિવિધ પ્રતિનિધિ શાળાઓના વ્યાયમ શિક્ષકો તેમજ એસોસિએશનના પ્રતિનિધિઓની બેઠકમાં હાજર રહ્યા હતા. જેમાં ગત વર્ષના 60 હજાર ખેલાડીઓના રજિસ્ટ્રેશન સામે આ વર્ષે 1 લાખ રજિસ્ટ્રેશનનો આંકડો સર થાય તે માટેની નિતીઓ ઘડવામાં આવી હતી. જેમાં ખેલ મહાકુંભના ઓનલાઇન રજિસ્ટ્રેશન કરનાર શાળાઓમાં એન્ટ્રી દીઠ રૂ.1 તેમજ ખેલાડીઓના રમત-ગમતમાં ભાગ લેવા બદલ રૂ. 2 પ્રતિ ખેલાડી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા ચુકવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ખેલ મહાકુંભ ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં ટેક્નિકલ ખામી જેવી કે સર્વર જામ થવું તેમ સર્જાઈ તે માટે ના વિવિધ વિકલ્પો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ખેલમહાકુંભના ઓનલાઇન રજિસ્ટ્રેશન તા. 2 ઓગસ્ટના રોજ શરૂ કરાયા છે. તા.9 ઓગસ્ટ સુધીમાં વડોદરા શહેરના 4576 અને વડોદરા જિલ્લા સ્તરે 3714 ઓનલાઇન રજિસ્ટ્રેશન થયા છે.

Khel Mahakumbh

X
ખેલ મહાકુંભમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરનાર શાળાઓને એન્ટ્રી દીઠ Rs.1 મળશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App