Home » Madhya Gujarat » Latest News » Vadodara City » રાજકાજમાં પોલું ભાળી, નટડાઓ પણ પેસે, મોટામોટા દેશમાં નટડો, પ્રમુખ થઈને બેસે

રાજકાજમાં પોલું ભાળી, નટડાઓ પણ પેસે, મોટામોટા દેશમાં નટડો, પ્રમુખ થઈને બેસે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:41 AM

Gujarati Literature

  • રાજકાજમાં પોલું ભાળી, નટડાઓ પણ પેસે, મોટામોટા દેશમાં નટડો, પ્રમુખ થઈને બેસે
    સમાજમાં પ્રવર્તી રહેલ ખોટી માન્યતાઓને તોડવા માટે સમકાલીન સમયમાં ભવાઈ ભજવવામાં આવતી હતી. ભવાઇ જ ગુજરાતની લોકકળા છે. જેને આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ દ્વારા રસરૂચિ સપ્તાહ અંતર્ગત પઠન દ્વારા ભજવવામાં આવી હતી. પ્રથમથી અંતિમ વર્ષના ગુજરાતી વિષયનો અભ્યાસ કરતા 7 વિદ્યાર્થીઓએ ભવાઇનું પઠન દ્વારા મંચન કર્યું હતું. ચીનુ મોદી રચિત અસાઈતનો વેશ વિદ્યાર્થીઓએ ભજવ્યો હતો. જેમાં ‘સત્ય હંમેશા સૂર્ય સમાન હોય છે, તેને ગમે તેટલું ઢાંકો ક્યારેય નઈ ઢાંકાય છતાં પૂછીએ છીએ કે કઈ વાતમાં સત્ય છુપાઈ જાય છે. બ્રાહ્મણનો ધર્મ જગતમાંના અનિષ્ટોનો નાશ કરવાનો છે. જો એની માટે ક્ષુદ્ર કન્યા સાથે એક થાળમાં ભોજન કરવું પડે અને તેના ફળ સ્વરૂપે જાતિ બહાર પણ જવું પડે તો પણ બ્રાહ્મણ જાતિ બહાર જવાનું સ્વીકારશે પણ અનિષ્ટ નહીં થવા દે. રાજકાજમાં પોલું ભાળી, નટડાઓ પણ પેસે, મોટામોટા દેશમાં નટડો, પ્રમુખ થઈને બેસે.’ તે ડાયલોગ્સ દ્વારા સમાજમાં ફેલાયેલી ખોટી માનસિકતાને સાહિત્યમય રીતે રજૂ કરવામાં આવી હતી.

    આર્ટ્સ ફૅકલ્ટીના ગુજરાતી વિભાગમાં વિદ્યાર્થીઓએ ચિનુ મોદી રચિત ભવાઇનું પઠન કર્યું હતું.

    બ્રાહ્મણ સાથે થયેલા અન્યાય બાદ ગવાયેલ કવિતા

    ‘આ તે કેવો ન્યાય, જગત આ તે કેવો ન્યાયω સારું કામ કર્યાની અમને શિક્ષા દીધી જાય. આ તે કેવો ન્યાયω હું બ્રાહ્મણની જેમ જ વર્ત્યો, રક્ષ્યો મેં યજમાન, નાતબ્હાર તો પણ મૂકીને, કીધું મુજ અપમાન, હવે બતાવીશ સૌ બ્રાહ્મણને, જ્ઞાન કેમ અપાય. આ તે કેવો ન્યાય. નાત નહીં હું ગામ ત્યજીને, રહેવાનો પરગામ; આજે ભલે ધૂતકાર મળ્યો પણ, સ્મરશે લોકો નામ સ્મરશે મારુ નામ; ભવની વહી લખીશ, ભજવીશ હું; ભલે ગમે તે થાય, આ તે કેવો ન્યાય.’ આ કવિતાનું ભવાઇ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા પઠન કરવામાં આવ્યું હતું.

    તા થૈયા થૈયા તા થૈ...

    વિભાગના કેટલાક પ્રાધ્યાપકો આ પ્રવૃત્તિમાં જોડાતા નથી

    વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સંયુક્ત ફન્ડિંગના આધારે યોજાતા રસરૂચિ કાર્યક્રમમાં ગુજરાતી વિભાગના અમુક પ્રાધ્યાપકો જોડાતા નથી. પ્રાપ્ત માહિતી અનુસાર વિદ્યાર્થીઓની સાહિત્ય સાથેની નિકટતા વધારવા અભ્યાસથી જુદો આ કાર્યક્રમ યોજાય છે. જો કે આ વિભાગનો ઓફિશીયલ કાર્યક્રમ ન હોવાનું કહીને કેટલાંક શિક્ષક જોડાતાં નથી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના રિફ્રેશમેન્ટ માટે પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ જ ફંડ ભેગું કરે છે, ત્યારે વિદ્યાર્થીઓએ નાશ્તો ઘરેથી લાવવો જોઈએ તેવું કારણ પણ તેઓ જાણવતા હોવાનું જણાયું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending