Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Vadodara City » ABVPને ઉમેદવારો શોધતાં ફાંફાં પડી ગયાં

ABVPને ઉમેદવારો શોધતાં ફાંફાં પડી ગયાં

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:41 AM

MSU કેમ્પસમાં સંગઠનનો અભાવ ટેક્નોલોજી ફેકલ્ટીમાં પણ આંતરિક જૂથબંધી

  • ABVPને ઉમેદવારો શોધતાં ફાંફાં પડી ગયાં
    એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

    એમ.એસ.યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણીનું જાહેરનામું બહાર પડી ગયું છે ત્યારે એબીવીપીને ઉમેદવારો મળતા નથી. યુજીએસ-વીપી જેવી પોસ્ટ સિવાયની નાની પોસ્ટો માટે પણ ઉમેદવારોનાં ફાંફાં પડી ગયાં છે. સ્થાનિક વિદ્યાર્થીઓની અવગણનાના પગલે એબીવીપીનું કેમ્પસમાં સંગઠન વેરવિખેર થઇ જવા પામ્યું છે.

    એનએસયુઆઇની સામે દેશભરમાં ટક્કર આપતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાસે યુનિ.ની ચૂંટણી લડવા માટેના ઉમેદવારો મળી રહ્યા નથી. 24મી ઓગસ્ટના રોજ યોજાનારી વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે અને 14મી તારીખે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી સ્થાનિક વિદ્યાર્થીઓની સતત અવગણનાના પગલે એબીવીપીનું સંગઠન રહ્યું નથી. કેમ્પસમાં સમ ખાવા પૂરતા વિદ્યાર્થીઓ પણ એબીવીપી સાથે જોડાયેલા નથી. એક સમયે એબીવીપીનો ગઢ ગણાતી ટેક્નોલોજી ફેકલ્ટીમાં આંતરિક જૂથબંધીના પગલે ઉભા થયેલ વીવીએસ સંગઠનની સક્રિયતા એબીવીપીને પડકારરૂપ બની જવા પામી છે. વીવીએસ દ્વારા જય હો સાથે ગઠબંધન કરીને પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. એબીવીપી પાસે યુજીએસ-વીપીની પોસ્ટ માટે તો ઉમેદવાર નથી સાથે એફ.આર,સી.આર જેવી નાની પોસ્ટ માટે પણ ઉમેદવારો મળી રહ્યા નથી. ફેકલ્ટી જીએસના પદ માટે પણ એબીવીપી પાસે ઉમેદવાર નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending