શહેરમાં ગુરૂવારના રોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યાં હતાં, જોકે બફારાના કારણે ગુરૂવારે તાપમાનનો પારો 2.2 ડિગ્રી વધીને 33 ડિગ્રી સુધી પહોચ્યો હતો,જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 89 ટકા સવારે જ્યારે સાંજે 67 ટકા નોંધાયું હતું. વાતાવરણમાં હવાનું દબાણ 1002.7 મીલીબ્રાસ નોંધાયું હતું. આ ઉપરાંત પશ્ચિમની દિશાથી પવનની ઝડપ 10 કિમીની નોંધાઈ હતી. જ્યારે છેલ્લા 24 કલાકમાં શહેરમાં 6.2 એમએમ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારના રોજ શહેરમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની સંભાવના રહેલી છે. જ્યારે તાપમાન 33 ડિગ્રી સુધી નોંધાશે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો