ખુલ્લાં ગ્રાઉન્ડોમાં અડ્ડો જમાવતા અસામાજિકો પોલીસની રડારમાં

25 ગ્રાઉન્ડ અને પ્લોટમાં પોલીસ રોજેરોજ ચેકિંગ કરશે 10 ટીમો બનાવી : અસામાજિક પ્રવૃત્તિ પર અંકુશ લાવવા પ્લાન ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:41 AM
ખુલ્લાં ગ્રાઉન્ડોમાં અડ્ડો જમાવતા અસામાજિકો પોલીસની રડારમાં
માંજલપુર કોતર તલાવડીના ખુલ્લા મેદાનમાં આદિવાસી મહિલા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ પોલીસ કમિશ્નરે ગ્રાઉન્ડો અને ખુલ્લા પ્લોટોમાં અસમાજિક પ્રવૃતિઓને નિયંત્રણમાં લેવા માટે એકશન પ્લાન બનાવ્યો છે.

પોલીસની 10 ટીમો શહેરના 25 ગ્રાઉન્ડો અને પ્લોટોમાં રોજે રોજ ચેકિંગ કરશે. તપાસમાં કોઇ અસમાજિક પ્રવૃતિ મળી આવશે તો સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ કમિશ્નરે અનુપમસિંઘ ગહલૌતે જણાવ્યું છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખુલ્લા મેદાનો અને પ્લોટોમાં કેટલાક અસમાજિક તત્વો અડિંગો જમાવી બેસી રહે છે. ત્યાં દારૂ- જુગાર તેમજ ટીનેજરો નશીલા ઇન્જેકશનો લેતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે.

કયા વિસ્તારોમાં ચેકિંગ કરાશે ω

લેપ્રસી ગ્રાઉન્ડ- આજવા રોડ ઇદગાહ મેદાન-ગાજરાવાડી પ્રતાપનગર બ્રિજ નીચે સ્લમ એરિયા રેલવે ડીઆરએમ પાછળ સ્લમ એરિયા પાણીગેટ હરીશ પેટ્રોલપંપ પાસેનો સ્લમ એરિયા તરસાલી ચેકપોસ્ટ તેમજ મકરપુરા આઇટીઆઇ પાસે મકરપુરા એરફોર્સ પાછળ અને ઇન્દિરાનગર પાછળનો વિસ્તાર લાલબાગ બ્રિજ નીચે રેલવે કોલેજ પાસે મકરપુરા જીઆઇડીસી વડસર બ્રિજ નીચે આજુબાજુનો વિસ્તાર તરસાલી ગામ પાછળનો સ્લમ વિસ્તાર સનફાર્મા રોડ પરના 3 અને તાંદલજાના સ્લમ વિસ્તાર કાલી તલાવડી પાસેના પડાવો અકોટા ગામ પાછળની ખુલ્લી જગ્યા અકોટા ગણપતિ મંદિર પાછળની મિરઝા કોલોનીનો વિસ્તાર સયાજીનગરગૃહ પાછળનું અવાવરૂ ગ્રાઉન્ડ વેકસીન કંપાઉન્ડનો ખુલ્લો ભાગ રામદેવનગરથી ગોત્રી કેનાલ પાસેનો વિસ્તાર કાકાસાહેબનો ટેકરો પોલોગ્રાઉન્ડ આઝાદ મેદાન, બકરાવાડી એકતાનગર -આજવા રોડ કલ્યાણબાગ ગ્રાઉન્ડ- માંજલપુર

X
ખુલ્લાં ગ્રાઉન્ડોમાં અડ્ડો જમાવતા અસામાજિકો પોલીસની રડારમાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App