દુષ્કર્મ કેસમાં સજા બાદ પેરોલ જમ્પ કરનાર કેદી ઝડપાયો

વર્ષ 2002માં ડભોઇના અપહરણ અને દુષ્કર્મના કેસમાં 5 વર્ષની સજા ભોગવતો કેદી પેરોલ રજા પરથી ફરાર થઇ ગયો હતો. ગુરુવારે...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:40 AM
દુષ્કર્મ કેસમાં સજા બાદ પેરોલ જમ્પ કરનાર કેદી ઝડપાયો
વર્ષ 2002માં ડભોઇના અપહરણ અને દુષ્કર્મના કેસમાં 5 વર્ષની સજા ભોગવતો કેદી પેરોલ રજા પરથી ફરાર થઇ ગયો હતો. ગુરુવારે પેરોલ ફર્લો સ્કવોર્ડે નવાયાર્ડ અલખધામ સોસાયટી પાસેથી ઝડપી પાડ્યો હતો. પકડાય ન જાય તે માટે તેણે ભાડાનું મકાન ખાલી કરી બીજા મકાનમાં રહેવા જતો રહ્યો હતો.

નવાયાર્ડ ડી કેબીન રેલવે કોલોનીમાં રહેતો દિલીપ ગણેશ મકવાણાને અપહરણ અને દુષ્કર્મના કેસમાં 5 વર્ષની સજા થતાં વડોદરા સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો. તેણે જેલમાંથી પેરોલ રજા મેળવી હતી. ગત 28 જુલાઇએ તેની રજા પૂરી થતી હોઇ પરત જેલમાં હાજર થવાનું હતું પરંતુ દિલીપ હાજર નહિ થઇ ફરાર થઇ ગયો હતો. તેને શોધી કાઢવા માટે વડોદરા જેલ તરફથી પત્ર મળતાં પેરોલ ફર્લો સ્કવોર્ડના સ્ટાફે શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન અલખધામ સોસાયટી પાસેથી સ્કવોર્ડે તેને ઝડપી પાડ્યો હતો.

X
દુષ્કર્મ કેસમાં સજા બાદ પેરોલ જમ્પ કરનાર કેદી ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App