રેલવે યુનિવર્સિટીનું 15મી ઓગસ્ટે ઉદ્ઘાટન નહીં થાય

16મીએ રેલવે બોર્ડના ચેરમેન મુલાકાત લેશે

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:40 AM
રેલવે યુનિવર્સિટીનું 15મી ઓગસ્ટે ઉદ્ઘાટન નહીં થાય
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

શહેરમાં આકાર પામી રહેલી દેશની પહેલી રેલવે યુનિવર્સિટીના પ્રારંભિક બે કોર્સ લાલબાગ રેલવે એકડમીમાં બનાવેલ ખાસ યુનિટમાં શરૂ કરવામાં આવનાર છે. જે 15મી ઓગસ્ટે વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન થવાનું હોવાની માહિતી રેલવે બોર્ડના ચેરમેન અશ્વિની લોહાનીએ અત્રે આપી હતી .પરંતુ હવે આગામી 26મીએ લાકાર્પણ થશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. આગામી 16મીએ રેલવે બોર્ડના ચેરમેન અત્રે રેલવે એકેડમીની મુલાકાત લઇ ઇન્સ્પેક્ષન કરશે.

લાલબાગ એન.એ. આઇ.આર.ખાતે રેલવે યુનિવર્સિટી માટે હોસ્ટેલ અને એમટેક અને બી ટેકના કોર્સ શરૂ થનાર છે જે ઓગસ્ટ મહિનાથી શરૂ કરવામાં ન આવે તો વિદ્યાર્થીઓનું એક ‌વર્ષ જોખમાય. તેથી રેલવે દ્વારા આ મહિનાના અંતમાં બંને કોર્સ શરૂ કરવા કવાયત હાથ ધરી છે. જોકે આગામી 15 ઓગસ્ટે યુનિવર્સિટી શરૂ કરવાની શક્યતા જણાતી નથી તેવું રેલવે એકેડમીનાં સૂત્રોએ જણાવ્યું હતું. હાલ કામગીરી બંધ છે. ટૂંક સમયમાં ફરી શરૂ થશે. રેલવે બોર્ડના ચેરમેન મુલાકાત લે પછી ફાઇનલ થશે.

સિટીના બે કોર્સમાં એડમિશન લેવા માટે ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓનું શુક્રવારે કાઉન્સેલિંગ કરાશે. ત્યારે બાદ ફાઇનલ એડમિશન લિસ્ટ તૈયાર થશે.

X
રેલવે યુનિવર્સિટીનું 15મી ઓગસ્ટે ઉદ્ઘાટન નહીં થાય
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App