ચેકિંગના પગલે બાળકોને સ્કૂલથી દૂર ઉતારીને ચાલતાં લઇ જવાયાં
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા
શહેરમાં સ્કૂલ વર્ધી વાન સામે આંખ બંધ કરી દેનાર આરટીઓને ગુરુવારથી ફરજિયાત ડ્રાઇવ કરવાનો આદેશ આવતાં તંત્ર દોડતું થયું છે. કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ દ્વારા રાજ્યના તમામ શહેરમાં સ્કૂલ વાન સામે ઝુંબેશ શરૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. જેથી ગુરુવારે વડોદરા આરટીઓ દ્વારા 6 ટીમ બનાવી અંદાજે 25 વાન ડિટેઇન કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ ઝુંબેશ ચાલુ રહેશે.
શાળાએ જતાં માસૂમ બાળકો જીવના જોખમે શાળાએ જાય છે. જ્યારે કોઇ દુર્ઘટના બને ત્યારે આરટીઓ દ્વારા થાેડાક દિવસ કામગીરી થાય છે. શહેરમાંથી અંદાજે 1.50 લાખ વિદ્યાર્થીઓ વાન અને રિક્શામાં શાળાએ જાય છે. પરંતુ તંત્ર દ્વારા આ બાળકોના ભવિષ્ય કરતાં રિક્શા વાળા અને વેન ચાલકો પ્રત્યે માનવતા દાખવવામાં આવે છે. જોકે રાજ્ય સરકારે લાલ આંખ કરતાં આરટીઓ દ્વારા શુક્રવારથી સ્પે. ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. અંદાજે 25 વાન ડિટેઇન કરી લાખો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. અા અંગે ઇન્ટુકના હોદ્દેદાર જીવણ ભરવાડે પણ સમર્થન કરી વાન ચાલકોને નિયમ મુજબ વાનમાં સુધારા કરાવવા જોઇએ તેમ જણાવ્યું હતું.
સવારના ચેકિંગનો ફફડાટ સાંજ સુધી રહ્યો
આરટીઓ દ્વારા વહેલી સવારથી ટીમ ફિલ્ડમાં ઉતારી સ્કૂલ પાસે ચેકિંગ હાથ ધરવામાં આવતાં સાંજે ફરી એકવખત ચેકિંગ થવાની ભીતિથી ફફડી ઉઠેલા વાન ચાલકોએ વીઆઇપી રોડ સ્થિત જયઅંબે સ્કૂલનાં બાળકોને અંદાજે 200 મીટર દૂર આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં વાન પાર્ક કરી ત્યાં સુધી ચાલતાં લઇ ગયા હતા.
16મી સુધી ઝુંબેશ ચાલશે


સ્કૂલ વાનમાં કઇ વસ્તુ નથી હોતીω




