ચિત્ર શિક્ષકોના પગાર બાબતે શનિવારે જાહેર સભા યોજાશે

વડોદરા | વડોદરા શહેર-જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની શાળાઓમાં ચિત્ર કામના વિષય માટે શિક્ષકોના...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:40 AM
ચિત્ર શિક્ષકોના પગાર બાબતે શનિવારે જાહેર સભા યોજાશે
વડોદરા | વડોદરા શહેર-જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની શાળાઓમાં ચિત્ર કામના વિષય માટે શિક્ષકોના પગારમાં રહેલી વિસંગતતાઓને કારણે ઉદ્ભવેલા પ્રશ્નોની મૂંઝવણ અને તેના ઉકેલ માટે વડોદરા શહેર-જિલ્લા કલા શિક્ષક સંધ દ્વારા શનિવારે પોલોગ્રાઉન્ડ ખાતે આવેલ શિક્ષક ભવન ખાતે જાહેર સભાનું આયોજન કરાયું છે. ચિત્રના વિષય ભણાવી રહેલા શિક્ષકોને આપવામાં આવતા પગારમાં વિસંગતતા મુદ્દે પોલોગ્રાઉન્ડ સ્થિત શિક્ષક ભવનમાં તમામ શિક્ષકો 2 વાગ્યે હાજર રહીને જાહેરસભામાં ભાગ લઇ શકશે.

નોટબુકોનું વિતરણ ન કરાતાં વિરોધ

શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નોટબુકોનું વિતરણ ન થતું હોવાના કારણે તેના જ બે સભ્યો દ્વારા રાવપુરા શાળા નં.1 ખાતે જ્યાં નોટબુકનો જથ્થો રાખ્યો હતો તે રૂમની બહાર બેસી વિરોધ કરાયો હતો.

નિધિ આપકે નિકટ હેઠળ પી.એફ માટેની સમસ્યાઓ હલ કરાશે

વડોદરા | વડોદરા શહેરમાં આવેલી ઈ.પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઇઝેશનની રીજનલ ઓફિસ દ્વારા નિધિ આપકે નિકટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.શુક્રવારે સવારે 10:30 થી બપોરે 1 સુધી અકોટા ખાતે આવેલી ઓફિસમાં લોકોની સમસ્યાઓ સાંભળવામાં અાવશે અને તેના સમાધાન માટે કાર્યવાહી કરવામાં આવશે.

રીજનલ પી.એફ ઓફિસ દ્વારા લોકોને લગતા પ્રશ્નો હલ કરવા માટે નિધિ આપકે નિકટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.ઇ.પી.એફની સ્કીમમાં જોડાનાર અકોટા ખાતેની ઓફિસ ખાતે હાજર રહી રજૂઆત કરી શકશે.

નિઝામપુરામાં પાણી લાઇન લીકેજ

શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા અતિથિગૃહ પાસે પાણીની લાઇનમાં લીકેજ થતાં જળબંબાકાર થઇ ગયો હતો.

નિવૃત્ત કર્મચારીઓના બદલે નવયુવાનોને રોજગારી પૂરી પાડો

વડોદરા | સરકારી કચેરીઓમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓના બદલે બેરોજગાર યુવકોને રોજગારી પૂરી પાડવાની માંગ કર્મચારી મહામંડળે કરી છે.ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના વડોદરા યુનિટના પ્રમુખ ગોપાલ પંડ્યાની આગેવાનીમાં હોદ્દેદારોએ જણાવ્યું હતું કે,વડોદરા શહેર જિલ્લાની સરકારી કચેરીઓમાં ખાલી પડેલી જગાઓ આઉટ સોર્સિંગથી અને હંગામી ધોરણે પુન: નિયુક્તિ કરવામાં આવે છે કે જે કચેરીમાં લાંબા સમયથી નોકરી કરેલ વ્યક્તિ કચેરીના ગેરવહીવટ અને ભ્રષ્ટાચારને પણ આડકતરી રીતે પ્રોત્સાહન આપે છે.

નવાયાર્ડમાં જીવાતોનો ઉપદ્રવ

શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં થતી જીવાતોના ઉપદ્રવના કારણે ત્રસ્ત થયેલા સ્થાનીક રહીશો દ્વારા કલેક્ટર કચેરી ખાતે મોરચો લઇ જઇને દેખાવો કરી રજૂઆત કરવામાં આવી હતી.

ચિત્ર શિક્ષકોના પગાર બાબતે શનિવારે જાહેર સભા યોજાશે
ચિત્ર શિક્ષકોના પગાર બાબતે શનિવારે જાહેર સભા યોજાશે
X
ચિત્ર શિક્ષકોના પગાર બાબતે શનિવારે જાહેર સભા યોજાશે
ચિત્ર શિક્ષકોના પગાર બાબતે શનિવારે જાહેર સભા યોજાશે
ચિત્ર શિક્ષકોના પગાર બાબતે શનિવારે જાહેર સભા યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App