પોલીસે ગુરુવારે શહેરના વિવિધ વિસ્તારોમાં નો પાર્કીંગ કરનારા 196 વાહન ચાલકો સામે કાર્યવાહી કરીને કુલ 22400 રુપીયાનો દંડ વસુલ્યો હતો.
જયારે 267 વાહનોનું ચેકીંગ કરીને 33800 રુપીયાનો દંડ વસુલાયો હતો. ચકલી સર્કલથી નટુભાઇ સર્કલ અને આઇનોકસ તથા ઇલોરાપાર્ક અને ગોરવા વિસ્તારમાં તથા જયુબીલી બાગ અને ચાર દરવાજા વિસ્તારમાં પોલીસે સઘન ચેકીંગ શરુ કર્યું હતું. ગોરવા પોલીસે ભાઇલાલ અમિન હોસ્પિટલ રોડ પર સાંજના સમયે પાર્ક કરીને બેઠેલા વાહન ચાલકો અને દબાણો કરનારા ગલ્લા ધારકો સામે કાર્યવાહી કરી હતી.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો