દૂષિત પાણી મુદ્દે ગોરવાની મહિલાઓનો મોરચો

ગોરવા ઓજી વિસ્તારમાં આવેલી જલાનંદ સોસાયટીની મહિલાઓએ દૂષિત પાણી અને ડ્રેનેજના મુદ્દે પાલિકામાં મોરચો કાઢીને...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:40 AM
દૂષિત પાણી મુદ્દે ગોરવાની મહિલાઓનો મોરચો
ગોરવા ઓજી વિસ્તારમાં આવેલી જલાનંદ સોસાયટીની મહિલાઓએ દૂષિત પાણી અને ડ્રેનેજના મુદ્દે પાલિકામાં મોરચો કાઢીને વિપક્ષી નેતાની આગેવાનીમાં મ્યુ.કમિશનરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.

શહેર નજીક આઉટગ્રોથ વિસ્તારમાં પાયાની સમસ્યાનો ઉકેલ લાવવાની જવાબદારીમાંથી પાલિકા અને વુડા સત્તાધીશોએ હાથ ઊંચા કરી દીધા છે. જેમાં,ગોરવા રિફાઇનરી રોડ પર આવેલ જલાનંદ ટાઉનશિપના રહીશો પાલિકાનો મિલકતવેરો ચૂકવી રહ્યા છે પરંતુ પાલિકા તરફથી કામગીરી કરવામાં આવતી નથી. આ મામલે,પાલિકાની સંકલન સમિતિની બેઠકમાં સાંસદ રંજનબહેન ભટ્ટે પણ સવાલ ઉઠાવ્યો હતો અને સુપર સકર મશીન મોકલીને ડ્રેનેજ ઉભરાવાનો પ્રશ્ન ઉકેલવા મ્યુ.કમિશનરનું ધ્યાન દોર્યું હતું. જોકે, પાલિકા પાસે જ તેને લગતી મશીનરી મર્યાદિત હોવાની લાચારી વ્યક્ત કરવામાં આવી હતી.

દૂષિત પાણી અને ડ્રેનેજની સમસ્યા મુદ્દે વિપક્ષી નેતાની આગેવાનીમાં જલાનંદ સોસાયટીની મહિલાઓએ મ્યુ.કમિશનર અજય ભાદુને રજૂઆત કરી હતી.

X
દૂષિત પાણી મુદ્દે ગોરવાની મહિલાઓનો મોરચો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App