બેરોજગાર યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

બાજવાના યુવકને અભ્યાસ બાદ પણ કોઇ કંપનીમાં એપ્રેન્ટીસશીપ ન મળતા તેને લાગી આવ્યું હતુ. જેથી કંટાડી ગયેલા 19 વર્ષીય...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:40 AM
બેરોજગાર યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું
બાજવાના યુવકને અભ્યાસ બાદ પણ કોઇ કંપનીમાં એપ્રેન્ટીસશીપ ન મળતા તેને લાગી આવ્યું હતુ. જેથી કંટાડી ગયેલા 19 વર્ષીય યુવકે પોતાના ઘરમાં ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલુ કરી લીધુ હતુ.

બનાવ અંગેની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર,બાજવા સ્થિત વાલાજી ચાલીમાં રહેતા ચેતનકુમાર સુરેશકુમાર ચૌહાણ (19)ધો. 10 સુધી અભ્યાસ કર્યા બાદ આઇટીઆઇમાં અભ્યાસ કર્યો હતો. જોકે તેની સાથેના અન્ય મિત્રોને અભ્યાસ બાદ કંપનીમાં એપ્રેન્ટીસશીપ મળી ગઇ હતી. પરંતુ ચેતને અનેક કંપનીઓમાં પ્રયત્ન કરવા છતાં કોઇ કામ મળ્યું નહતુ. જેથી યુવકને લાગી આવતા તેને ગુરૂવારે બપોરે 12:45 વાગ્યાના અરસામાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. દરમિયાન તેની માતા ઘરે આવી પહોંચતા પુત્ર બેભાન હાલતમાં જોવા મળ્યો હતો.

જેથી યુવકને તાત્કાલીક સારવાર માટે બાજવા સીએચસીમાં લઇ જવાયો હતો. જ્યાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લવાયો હતો. જોકે ફરજ પરના તબીબો દ્વારા યુવકને મૃતજાહેર કરાયો હતો.

X
બેરોજગાર યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App