લાલબાગ રોડ પર 100 કિલો ચાંદીના જથ્થા સાથે 2 ઝડપાયા

કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર પાસે એક્ટિવા પર પસાર થતા હતા પોલીસે ચાંદીના જથ્થાનું બિલ માંગતાં આરોપીઓ બિલ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:40 AM
લાલબાગ રોડ પર 100 કિલો ચાંદીના જથ્થા સાથે 2 ઝડપાયા
લાલબાગ રોડ પર કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર પાસે શંકાસ્પદ રીતે એક્ટિવા પર જઇ રહેલા પાદરાના 2 શખ્સને અટકાવીને પોલીસે તલાશી લેતાં એક્ટિવાની ફુટરેસ્ટ પર મુકેલા 4 થેલામાંથી ચાંદીની પાટો, બિસ્કીટ અને સિક્કા મળીને અંદાજે 100 કિલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ચાંદીના જથ્થાનું બિલ માંગતા બંને બિલ આપી શકયા ન હતા. લાલબાગ રોડ પર નવાપુરા પોલીસના પીઆઇ ડી.કે.રાવ અને પીએસઆઇ એ.આર મહિડા સહિતનો સ્ટાફ બપોરના સુમારે પેટ્રોલીંગમાં હતો, ત્યારે કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર પાસે એક્ટિવા પર જઇ રહેલા સંતોષ શંકર પવાર (રહે, રાધાકૃષ્ણ કોમ્પલેક્ષ, પાદરા) તથા રામસિંગ અંબુ નિનામા (રહે, શાક માર્કેટ પાસે, પાદરા) હોવાનું બહાર આવ્યું હતું. એક્ટિવાની ફુટરેસ્ટ પર પોલીસને 4 થેલા મળી આવ્યા હતા. પોલીસે થેલાની તલાશી લેતાં ચાંદીની પાટો, બિસ્કીટ અને સિક્કા મળીને અંદાજે 100 કિલો ચાંદીનો (કિંમત 38,50,000) જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંનેની અટકાયત કરી હતી. પીએસઆઇ મહિડાએ બંનેની પુછપરછ શરુ કરી હતી.

ચલણમાં દર્શાવ્યા કરતા વધુ લઇને જતા હતા

પોલીસની પ્રાથમિક પુછપરછમાં બહાર આવ્યું હતું કે પાદરાના આ બંને શખ્સોએ ઘડીયાળી પોળમાંથી કેટલાક અલગ અલગ વેપારીઓ પાસેથી ચાંદીનો આ જથ્થો લીધો હતો અને ગાળવા માટે પાદરા ખાતે લઇ જતા હતા. જો કે તેમની પાસેના ચલણમાં માત્ર 22 દાગીનાનો જ ઉલ્લેખ થયેલો હતો પણ પોલીસે ચાર થેલામાં રહેલ બિસ્કીટ અને પાટો સહિતનો જથ્થો ગણ્યો તો 68 દાગીના જોવા મળ્યા હતા. બિલ કરતાં વધુ દાગીના મળતાં પોલીસે સમગ્ર મામલાને ષડયંત્ર ગણાવી તપાસ શરુ કરી હતી.

X
લાલબાગ રોડ પર 100 કિલો ચાંદીના જથ્થા સાથે 2 ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App