7.34 લાખના દારૂના કેસમાં વોન્ટેડ વિકી કહાર પકડાયો

સાકરિયાના ફાર્મ હાઉસમાંથી દારૂનો જથ્થો પકડાયો હતો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:40 AM
7.34 લાખના દારૂના કેસમાં વોન્ટેડ વિકી કહાર પકડાયો
વાઘોડિયા પાસેના સાકરિયા ગામની સીમમાં આવેલા નિમેશ આચાર્યના ફાર્મ હાઉસમાંથી પકડાયેલા 7.34 લાખના દારૂના કેસમાં વોન્ટેડ રહેલા વિકી કહારને નવાપુરા પોલીસે ઝડપી લીધો હતો.

બનાવની િવગતો અનુસાર ગત 24 જૂને વાઘોડિયા પોલીસને બાતમી મળી હતી કે સાકરિયાના સીમમાં આવેલ નિમેશ આચાર્યના ફાર્મહાઉસમાં અલ્પેશ ઉર્ફે અલ્પુ હરદાસમલ વાઘવાની (અલ્પુ સિંધી)(રહે.વારસિયા) તથા શૈલેશ ઉર્ફે બકરો રઘુનાથ મિસ્ત્રી (રહે,માધવનગર,વાઘોડિયા) અને નિલેશ ઉર્ફે નિલુ સિંધી (રહે,માધવનગર) રાજસ્થાન પાસિંગની ટ્રકમાં દારૂની બોટલો 1956 નંગ (કિંમત 7,34,400)નો જથ્થો લાવ્યા છે,અને હાલ આ જથ્થો ટ્રકમાંથી ખાલી કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં અંધારાનો લાભ લઇને ત્રણથી ચાર શખ્સો ફાર્મ હાઉસમાંથી ભાગી છૂટ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો કબજે કરીને ત્રણેય સામે ગુનો નોંધ્યો હતો.

દરમિયાન,નવાપુરા પોલીસના પીઆઇ ડી.કે.રાવ અને પીએસઆઇ એ.આર.મહિડાએે બાતમીના આધારે વાઘોડિયા પોલીસમાં નોંધાયેલા દારૂના આ કેસમાં વોન્ટેડ રહેલા વિકી મંગળભાઇ કહાર (રહે, કહાર મહોલ્લો, નવાપુરા)ને ઝડપી લીધો હતો. નવાપુરા પોલીસે વિકી કહારને વાઘોડિયા પોલીસને સોંપવાની તજવીજ કરી હતી.

X
7.34 લાખના દારૂના કેસમાં વોન્ટેડ વિકી કહાર પકડાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App